સહાય:ભાવનગર શહેરની શિક્ષણ સમિતિની શાળાના 4 મૃતક બાળકોના પરિવારને આખરે મળી આર્થિક સહાય

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ વચ્ચેના અસંકલનને કારણે છેલ્લા અઢી મહિનાથી ટલ્લે ચડી હતી સહાય

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ચાર મૃતક બાળકોના પરિવારને આપવાની આર્થિક સહાય છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડી હતી અંતે આજે શિક્ષણ સમિતિના પદાધિકારીઓએ આફતગ્રસ્ત પરિવારને દસ દસ હજારના ચેકનું વિતરણ કર્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોના આકસ્મિક મૃત્યુ સમયે પદાધિકારીઓ ઘણી સહાનુભૂતિ દેખાડતા હોય છે પરંતુ ત્યારબાદ બધું વિસરી જતાં હોય છે. અઢી મહિના પૂર્વે શિક્ષક સમિતિની સભામાં ઠરાવ કર્યો હોવા છતાં મૃતક બાળકોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી ન હતી. કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ વચ્ચેના સંકલનના અભાવે આફતગ્રસ્ત પરિવારને સહાય મળી નહોતી.

અંતે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ આજે શિક્ષણ સમિતિની શાળાના ચાર મૃતક બાળકોના પરિવારને શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, અધિકારી અને આચાર્યની ઉપસ્થિતિમાં દસ દસ હજાર રૂપિયાની આર્થિક સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં પણ જાણે મોટું કામ કર્યું હોય તેમ અઢીથી ત્રણ મહિના બાદ ચેક વિતરણના ફોટાઓ પડાવવામાં બાકી રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...