પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ:મોતના 48 કલાક બાદ પણ મૃતદેહ નહીં સ્વિકારવા માટે પરિવાર મક્કમ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા સબ જેલમાં બંધ આરોપીનું મોત થયું હતું
  • સર ટી. હોસ્પિટલે મોટી સંખ્યામાં દેવીપુજક સમાજના લોકો ઉમટ્યા, ઢસા હાઈ-વે ચક્કાજામ

ગઢડાની સબ જેલમાં ગત ગુરુવારે વહેલી સવારે એક આરોપીનું મોત થયું હતું જેને પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. આ મોતના 48 કલાક બાદ પણ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહી સ્વિકારવા મક્કમ હતા.

ગઢડા સબ જેલમાં વિક્રમભાઈ સુરેશભાઈ મીઠાપરા (ઉં.વ.30, રહે. ઢસા)નું ગત ગુરૂવારના વહેલી સવારે મોત થયું હતું. પોલીસ કસ્ટડીમાં તેમનું મોત થવાથી મૃતકના પરિવારજનોએ પોલીસના માર મારવાના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરી મોતના 48 કલાક વિતવા છતાં મોડી રાત સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો.

આ બનાવના પગલે મોટી સંખ્યામાં દેવીપુજક સમાજના લોકો ભાવનગર ખાતેની સર ટી. હોસ્પિટલ દોડી ગયા હતા જ્યારે બીજી તરફ આજે બપોર 2 થી 4 વચ્ચે મોટી સંખ્યામાં દેવીપુજક સમાજ ઢસા હાઈ-વે પર ઉતરી આવી હાઈ-વે ચક્કાજામ કર્યો હતો જ્યાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બીજી તરફ મોડી રાત સુધી તંત્રએ સમજાવવા છતાં મોડી રાત સુધી મૃતદેહ નહી સ્વિકારવા મક્કમ હતો.

અન્ય સમાચારો પણ છે...