વિવાદ:રેલવે તંત્ર દ્વારા સુવિધા શરૂ થઈ પણ ભાડામાં કાળા બજાર જેવો વ્યવહાર મુસાફરોમાં ટીકાપાત્ર

ઈશ્વરીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાડા વધારો પાછો નહીં ખેંચાય તો લડતની ચીમકી
  • નિયત ભાડાઓમાં જ યાત્રિકોને રેલવે સુવિધા શરૂ કરવા ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા માંગ કરાઈ

ખાનગી વાહન વાળાઓ મુશ્કેલીના સમયમાં ભાડા વધારો કરી કાળા બજાર કરે તેવો વહીવટ રેલ તંત્ર દ્વારા થઈ રહ્યો છે. બિમારીના સમયમાં રેલ તંત્ર દ્વારા સુવિધા શરૂ થઈ પણ ભાડામાં કાળા બજાર જેવો વ્યવહાર ટીકાપાત્ર બન્યો છે. ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા રેલ તંત્રના વલણ સામે રોષ વ્યકત કરાયો છે. બિમારીના સમયમાં નિયંત્રણો ખૂબ આવશ્યક જ છે, પરંતુ રોગચાળા દરમિયાન ગરીબ મધ્યમ વર્ગના યાત્રિકોને રાહત આપવાના બદલે વિશેષ ગાડીઓની વ્યાખ્યા આપી વધુ ભાડાની સેવા શરૂ કરાતાં ખાનગી વાહન વાળાઓ મુશ્કેલીના સમયમાં ભાડા વધારો કરી કાળા બજાર કરે તેવો વહીવટ રેલ તંત્ર દ્વારા થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારના રેલ વિભાગ દ્વારા રાહતના બદલે અધિકૃત રીતે લેવાતો ભાડા વધારો ગેરવ્યાજબી જ ગણવો રહ્યો તેમ સમિતિના વ્યવસ્થાપક મૂકેશભાઇ પંડિતે રોષ સાથે જણાવ્યું છે. રેલ તંત્ર ભલે વિશેષ અને નિયંત્રણો સાથે ગાડીઓનું સંચાલન કરે પરંતુ ભાડામાં કાળા બજાર જેવો વ્યવહાર ટીકાપાત્ર બન્યો છે, જે સંદર્ભે નિયત ભાડાનો નિર્ણય કરવો જરૂરી છે.

સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિમનાણીએ જણાવ્યા મુજબ ભાવનગર અને બોટાદ વચ્ચે સ્થાનિક ગાડીઓ વહેલી તકે હવે શરૂ કરવી જોઈએ. આ માર્ગ વચ્ચે ધોળા, સિહોર આસપાસથી ભાવનગર ધંધા રોજગાર અને વ્યવસાય અર્થે જનારાની સંખ્યા ખૂબ મોટી છે. રેલતંત્ર દ્વારા બિમારી સમયે કરાયેલ ભાડા વધારો પાછો ખેંચવા તેમજ લીધેલા ભાડાના વળતર માટે પણ અદાલતી કાર્યવાહી કરવા કાનૂની અભિપ્રાયો મેળવી ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ લડત ચલાવશે તેમ વધુમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...