તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉડતા ભાવનગર:શહેરમાં વિસ્તરી રહેલો નશાનો કારોબાર છેલ્લા 6 મહિનામાં 99 કિલો ગાંજો પકડાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • લોકડાઉન બાદ ધંધો ચોપટ થવાથી ગાંજાના કારોબારમાં ઝંપલાવવાના કિસ્સાઓ સામે આવ્યા
  • રૂપિયા 1500થી લઈને રૂપિયા 2000 પ્રતિ કિલોગ્રામના ભાવે ગાંજાનું થાય છે વેચાણ

યુવાધનને બર્બાદ કરતા ગાંજાનું વ્યસન અને વેચાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. છેલ્લા 6 મહિનામાં ભાવનગરમાંથી કુલ 99 કિલો ગાંજો ઝડપાયો છે. જેમાં કુલ 10 ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. માલ છે...? શું ભાવ છે...? આવા વિવિધ કોડવર્ડની ભાષામાં ચાલતા ગાંજાના કાળા કારોબારના લીધે શહેરનું યુવાધન ઘાતક વ્યસનની ચપેટમાં આવી રહ્યું છે. આ કારોબાર પર શિકંજો કસવા પોલીસ દ્વારા કાર્યવાહી કરાય છે.

ભાવનગર રેન્જમાંથી છેલ્લા 6 મહિનાની આંકડાઓ પર નજર નાખીએ તો ભાવનગર જિલ્લામાંથી છેલ્લા 6 મહિનામાં કુલ 8 બનાવમાં 99.618 કિલો ગાંજા સાથે કુલ રૂ. 4,68,260નો મુદ્દામાલ પકડ્યો છે અને આ કાર્યવાહીમાં કુલ 10 ઈસમો સામે પોલીસે ગુન્હો નોંધી કારદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અમરેલીમાં એક બનાવમાં ત્રણ ખેતરમાંથી અફિણના છોડવા અને ડોડવા સહિત કુલ 39,545 કિલો સાથે કુલ રૂ. 32,47,410નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધ્યો હતો અને બોટાદમાં ખેતીની જમીનમાં ગાંજાના વાવેતર કર્યું હોવાના કુલ બે બનાવો સામે આવ્યા હતા. જેમાં 15.418 કિગ્રા વજનના લીલા ગાંજાના છોડ સાથે રૂ. 79,012નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બે ઈસમો સામે ગુન્હ નોંધ્યો હતો.

મિત્રતા કેળવી લત લગાડવામાં આવે છે
ગાંજાનું વેચાણ કરતા કોલેજીયન અને ટીનેજર્સને નિશાન બનાવી કોઈ રીતે મિત્રતા કેળવી લત લગાડતા હોય છે. એકવાર લત લાગ્યા બાદ તેનો કાયમી ગ્રાહક બની જાય છે. ગાંજાના બજારમાં જુદી-જુદી ગુણવત્તાના આધારે ગાંજો વેચતા લોકો તેના ભાવ લેતા હોય છે જેમાં 1500 થી લઈને રૂા. 2000 પ્રતિ કિગ્રા ભાવે શહેરમાં ગાંજાનું વેચાણ થાય છે.

લોકડાઉનમાં આવક બંધ થતાં ગાંજાનું વેચાણ શરૂ કર્યું
લોકડાઉન દરમિયાન આ‌વક બંધ થતાં ગાંજાના વ્યવસાયમાં જંપલાવ્યું હોવાના કિસ્સા વધતા જોવા મળ્યા હતા. ગત તા. 7/6ના રોજ કાઝિવાડના શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સને ગાંજાનું વ્યસન હતું અને કોરોનાને લીધે સ્કુલરીક્ષાની વર્ધી બંધ હોવાથી અને કોઈ ભાડું મળતું નહોતું તેથી તેણે ગાંજાનું વેચાણ શરૂ કર્યું હોવાનું કબુલ્યું હતું.

અફિણનું વાવેતર કરનારાઓ સામે કાર્યવાહી થશે
ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં અફિણનું વાવેતર કરનારાઓ પર પોલીસ તરાપ બોલાવી રહી છે અને અફિણનું વાવેતર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે આગામી સમયમાં પણ કરવામાં આવશે. જ્યાં પણ અફિણ ઉગાડવામાં આવતું હોય તો તેની પોલીસને જાણ કરો પોલીસ કાર્યવાહી કરશે અને બાતમી આપનારને યોગ્ય બદલો પણ આપીશું. યુવાધનના આવા ઘાતક વ્યસનની ચપેટમાં આવતા રોકવા પોલીસ તમામ પ્રયાસો કરે છે અને કરતી રહેશે. > અશોકકુમાર યાદવ, રેન્જ આઈજી-ભાવનગર રેન્જ

અન્ય સમાચારો પણ છે...