તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જબરદસ્તીનો પ્રેમ:કઠવા ગામે પિયરમાં રહેતી પરિણીતા પર પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો, ફરિયાદ થતાં પ્રેમી ભાગ્યો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મહિલાનાં સંતાનો તથા ભાઈઓને પ્રેમીએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામે પિતૃગ્રુહે રહેતી પરિણીતાએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાંની ફરિયાદ નોંધાવી છે. જે અંગે તળાજા પોલીસે તપાસ હાથ ધરી છે.

પતિ માનસિક રીતે બિમાર છે
તળાજા તાલુકાના કઠવા ગામે પિયર ધરાવતી અને તળાજા સાસરીયે વળાવેલી શ્રમજીવી પરિણીતા રેખાબેન ડાયાભાઈ મકવાણા ઉ.વ.42 એ અલંગ પોલીસ સ્ટેશનમાં તળાજાના રમેશભાઈ છગનભાઈ ભાલીયા વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતે હાલમાં કઠવા ગામે પિયરમાં રહે છે. કારણકે તેના પતિ માનસિક રીતે બિમાર છે. આથી પાંચ સંતાનો સાથે પિયરમાં રહી પોતાનું તથા પરિવારનું મજૂરી કામ કરી જીવનનિર્વાહ ચલાવે છે.

પ્રેમી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યો
મહિલા સાસરીયે રહેતી હતી એ દરમ્યાન પતિના મિત્ર રમેશ છગન ભાલીયા સાથે લાગણીભર્યા સંબંધો ધરાવતી હતી. પરંતુ પિયરમાં રહેવા આવ્યાં બાદ રમેશ સાથે સંબંધો તોડી નાખતા ગીન્નાયેલા રમેશ કઠવા પરિણીતાના ઘરે આવી ઝઘડો કરી નિર્લજ્જ હુમલો કરી તેનાં સંતાનો તથા ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યો હતો. આ અંગે રેખાએ અલંગ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ 323, 506(2), 504 ફરિયાદ નોંધીવી છે.

અન્ય સમાચારો પણ છે...