તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ડીજીટલ સીગ્નેચરની અવેજીમાં EVCને માન્ય રાખવામાં આવશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપની એક્ટ તળે નોંધાયેલા કરદાતાઓને અપાયેલી રાહત
  • GST માસિક રિટર્નની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા કંપની એક્ટ તળે નોંધાયેલા કરદાતાઓ માટે જીએસટીના રિટર્ન ફાઇલિંગ સહિતની બાબતોમાં ડીજીટલ સીગ્નેચર સર્ટિફિકેટ (ડીએસસી)ના બદલે ઇલેકટ્રોનિક વેરિફિકેશન કોડ (ઇવીસી)નો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવી છે.

કોરોનાને કારણે ડીજીટલ સીગ્નેચર પ્રક્રિયાઓને અનુસરવા માટે કરદાતાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, અને કરદાતાઓને સીબીઆઇસી દ્વારા રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત જીએસટીમાં નાણાકીય વર્ષ 2020-21ના વાર્ષિક રીટર્ન જીએસટીઆર-4 ભરવાની મુદ્દતમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કરદાતા વાર્ષિક રીટર્ન તા.31મી જુલાઇ સુધી ભરી શકશે. કોરોનાની દ્વિતિય લહેર દરમિયાન જુદાજુદા પ્રકારના લોકડાઉન અને તેના કારણે પ્રવર્તી રહેલી અસમંજસતાઓને કારણે નાના વેપાર-ઉદ્યોગને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત એકાઉન્ટ વિભાગના, કર નિષ્ણાંતોના કર્મચારીઓ પણ કરદાતાના રિટર્ન તૈયાર કરવામાં સમય મર્યાદાનું પાલન કરવામાં અસમર્થ રહ્યા છે.

આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને વેપારીઓ, ઉદ્યોગકારો દ્વારા જીએસટીના માસિક રિટર્નની મુદ્દત વધારવાની પણ માંગણીઓ કરવામાં આવી રહી હતી, અને સીબીઆઇસી દ્વારા તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને મે-2021ના જીએસટીઆર-1 ભરવાની મુદ્દત હવે 26મી જુન કરવામાં આવી છે. આ મુદ્દતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...