ઇલેકટ્રિકથી ટ્રેન:ભાવનગરમાં ડીઝલ ટ્રેનનો યુગ સમાપ્ત : હવે ઇલેકટ્રિકથી ટ્રેન ચાલશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તા.18મીથી ભાવનગર-બાંદ્રા ટ્રેન સંપૂર્ણપણે વીજપ્રવાહથી ચાલશે

ભાવનગર રેલવેમાં ડીઝલથી ચાલતી ટ્રેનોનો યુગ હવે અંત તરફ આગળ ધપી રહ્યો છે. ચાલુ માસથી ભાવનગરથી ઉપડતી 10 ટ્રેનો સંપૂર્ણપણે વીજપ્રવાહ વડે ચલાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાવનગર રેલવે ડીવિઝનમાં જુદા જુદા સ્થળ પર ઇલેકટ્રિફિકેશનનું કામ ચાલતુ હતુ. ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો અત્યાર સુધી ભાવનગરથી અમદાવાદ સુધી ડીઝલ એન્જીન વડે અને ત્યારબાદના ગંતવ્ય સ્થળો સુધી ઇલેકટ્રિકથી ચલાવવામાં આવતું હતુ.

પરંતુ ભાવનગરથી ઉપડતી ટ્રેનોમાં પણ હવે ઇલેકટ્રિક સંચાલિત એન્જીનની સવલત ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભાવનગર સુધીની રેલવે લાઇનમાં હવે ઇલેકટ્રિફિકેશન કાર્યરત થવાથી અમદાવાદમાાં ફાજલ પડી રહેતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવાનો માર્ગ મોકળો બન્યો છે. અમદાવાદ સુધી આવી ટ્રેનો ઇલેકટ્રિકથી ચાલે છે હવે ભાવનગરમાં પણ આ સવલત ચાલુ થવાથી ફાયદો મળી શકે તેમ છે.આગામી સમયમાં ભાવનગર જિલ્લાની જનતાને મળતી રેલવેની સેવામાં હવે આ પ્રકારની નવી સેવા મળતી થઈ જશે જેથી વધુ લાભ મળતો થશે.

કઇ કઇ ટ્રેનો હવે ઇલેકટ્રિકથી ચાલશે?
ભાવનગર રેલવે સ્ટેશનેથી ઉપડતી ટ્રેનો હવે ડીઝલને બદલે ઇલેકટ્રિકથી ચાલવાની છે. તા.18ઓક્ટોબરથી ટ્રેન નં.12972 ભાવનગર-બાંદ્રા ટ્રેન, તા.18થી ભાવનગર-આસનસોલ ટ્રેન નં.12941 ભાવનગર-આસનસોલ, તા.17થી ટ્રેન નં.22934 ભાવનગર-બોટાદ, ટ્રેન નં.12756 ભાવનગર-કોચુવેલી તા.20થી, ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન નં.09572, 09528 અને 09534 તા.17થી, ટ્રેન નં.09510 અને 09512 ભાવનગર-પાલિતાણા તા.17થી, ટ્રેન નં.09582 ભાવનગર-બોટાદ તા.17થી ઇલેકટ્રિકમાં ચાલશે.
ઇલેક્ટ્રિફિકેશનથી શું ફાયદો થઇ શકે ?
ડીઝલથી ચાલતી ટ્રેનોને કારણે વાતાવરણમાં પ્રદૂષણની સમસ્યાઓ રહેતી હતી, પરંતુ હવે ઇલેકટ્રિફિકેશન થવાથી ધૂમાડા નિકળે નહીં તેથી પ્રદૂષણની સમસ્યાઓને હવે નિવારી શકાશે, વાતાવરણને પણ ફાયદો થઇ શકે છે. આગામી દિવસોમાં રેલવેની સુવિધામાં નવો ઉમેરો થવાનો છે ત્યારે હવે ડિઝલને બદલે ઇલેકટ્રિકથી ટ્રેન શરૂ થવાની છે તેના કારણે ગતિમાં ફેર પડશે.

અન્ય સમાચારો પણ છે...