તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શક્યતા:"જે-નાટ' અલંગમાં લાવવાની થતી ભેદી હિલચાલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંગ્લાદેશે નકારેલુ 2000 મે.ટન જોખમી કચરો ભરેલુ ચર્ચાસ્પદ જહાજ અલંગ ભણી

મે-2020માં બાંગ્લાદેશ શિપબ્રેકિંગ માટે વેચવામાં આવેલા જોખમી કચરો ભરેલા જહાજ અંગે ત્યાં ભારે દેકારો થતા જહાજને નકારી કાઢવામાં આવ્યુ હતુ. આવા ટેન્કર શિપ જે-નાટ (અગાઉનું નામ જેસલીન નાટુના)ને અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાવવા માટેની હિલચાલ ચાલી રહી છે, અને 14મી ઓક્ટોબરના રોજ જહાજ અહીં પહોંચે તેવી શક્યતા છે.

બાંગ્લાદેશમાં જોખમી કચરા વાળા જહાજ અંગે ભારે દેકારો થયા બાદ અંદામાન-નિકોબારથી પરત ફરવાની ફરજ પડી હતી. શિપ જે-નાટના કેશ બાયર દ્વારા ચોમાસા દરમિયાન આ શિપને સિંગાપુર રાખવામાં આવ્યુ હતુ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના બોર્ડર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગુજરાત સરકારને પત્ર દ્વારા જોખમી કચરો ભરેલા જહાજ જે-નાટ અંગે જાણ કરવામાં આવેલી છે. IMO નં.8100909 તળે નોંધાયેલા જહાજ જે-નાટની તમામ પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઇ રહી છે, અને શિપના નેવિગેશનલ ઇન્સ્ટ્રુમેન્ટસ, એઆઇએસ (જેના વડે જહાજને ટ્રેસ કરી શકાય ) પણ હાલ બંધ હાલતમાં છે. તેને ખેંચીને લાવી રહેલી ટગ સી-કાસ (IMO નં.8411047) ગુરૂવારે રાત્રે 8 કલાકે પોર્ટ કલાંગથી નીકળી અને તા.14 ઓક્ટોબરના રોજ અલંગ એન્કરેજ ખાતે આવી પહોંચવાની નેવિગેશનલ પોઝિશન દર્શાવી રહ્યું છે. જે-નાટ શિપમાં આશરે 1500 ટન મરક્યુરી ધરાવતો કચરો, 60 ટન સ્લજ ઓઇલ, 1000 ટન સ્લોપ ઓઇલ, 500 બળી ગયેલા ઓઇલવાળુ પાણી સામેલ છે. બાંગ્લાદેશમાં મે-2020માં આ જહાજ ભાંગવા માટે લાંગરવાનું હતુ, પરંતુ ત્યાં આ શિપનો ભયંકર વિરોધ થતા 5 મહિના જે-નાટ શિપને સિંગાપુર રાખી મુકવામાં આવ્યુ હતુ અને પુન: બહાર કાઢી અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વેચવા માટેની હિલચાલ ચાલી રહી છે.

સુધરેલી અલંગની છબી વળી પાછી ખરડાશે
આંતરરાષ્ટ્રીય માપદંડ અપનાવ્યા બાદ છેલ્લા 5 વર્ષમાં ઇન્ટરનેશનલ લેવલે અલંગ શિપબ્રેકિંગ યાર્ડની છબી સુધરી રહી છે. મર્ક્સ લાઇન્સ સહિતના જહાજો ભાંગવા આવી રહ્યા છે, યુરોપીયન યુનિયન માન્યતા આપવા માટે અંતિમ તબક્કામાં છે. તેવા અરસામાં સસ્તા ભાવે મળતા જોખમી કચરાવાળા આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાયેલા જહાજને અલંગમાં લાવવાથી વર્ષોની મહેનત પર પાણી ફરી વળવાની શક્યતા છે.

નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં નિયમ વિરૂધ્ધના કોઇ જહાજને ચલાવી લેવાશે નહીં. સંબંધિત જહાજમાં જોખમી કચરો હશે અને ચકાસણી વખતે માલુમ પડશે તો નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > એ.વી.શાહ, સભ્ય સચિવ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો