તર્કવિતર્ક:વલભીપુર તાલુકાની 40 ગ્રામ પંચાયતોની ચૂંટણી અનિશ્ચિત રહેતા અનેક તર્કવિતર્ક

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 માસથી 22 ગ્રામ પંચાયતમાં વહીવટદારનો વહીવટ છે ત્યાં ડિસેમ્બરમાં વધુ 18 ગામની મુદત પૂર્ણ થઈ

વલ્લભીપુર તાલુકાના 22 ગામડાઓમાં છેલ્લાં અગીયાર માસથી તલાટી કમ મંત્રીઓને વહીવટદાર તરીકે મુકવામાં આવ્યા છે. વલભીપુર તાલુકાના કલ્યાણપુર, ચાડા, જુના રતનપુર, મેવાસા, આણંદપુર, વિરડી, કાળાતળાવ, રતનપુર(ગા), દાત્રેટીયા, માલપરા, મોટીધરાઇ, લુણધરા, જલાલપુર, તોતણીયાળા, નશીતપર,પીપળી, લોલીયાણા, લાખણકા, શાહપુર, મોણપુર, રાજપરા(ભાલ) અને લીમડા ગ્રામ પંચાયતોની એપ્રીલ-22 માં ટર્મ પૂર્ણ થતી હતી.

તેવામાં ચુંટણી પંચ દ્વારા સ્થાનીક સ્વરાજની ચુંટણી અંગેનું સમયસર રીતે જાહેરનામુ પ્રસીધ્ધ નહીં કરવામાં આવતા નિયમ મુજબ સરપંચો અને બોડી દ્વારા વહીવટ ન કરી શકે માટે આ તમામ ગ્રામ પંચાયતોમાં ગત ફેબ્રુઆરી-2022 ની સાલથી વહીવટ કરી રહ્યાં છે.તાલુકાની 22 ગ્રામપંતાયતોમાં વહીવટદાર હતાં તેવામાં ગત ડીસેમ્બર માસ દરમ્યાન બીજી અઢાર ગ્રામ પંચાયતોની મુદ્ત પૂર્ણ થતા કુલ પંચાયતોની સંખ્યા 40 થઇ છે. આ 40 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવા અંગેનું જાહરનામુ ગત ફેબ્રુઆરી માસ મધ્યાંતરે ચુંટણી પંચ દ્વારા જાહેર થશે તેવું અનુમાન હતું પરંતુ તેવું થયું નથી. તેથી રાજકીય પંડીતોમાં અનેક તર્કવિર્તક ઉભા થયા છે.

ત્રણ પાલિકામાં મુદત પૂર્ણ થતાં વહીવટદાર
જિલ્લાની મહત્વ ગણી શકાય તેવી શિહોર,તળાજા અને મહુવા નગરપાલીકાની ટર્મ પુરી થઇ તેની ચુંટણી કાર્યક્રમ જાહેર થવાને બદલે જિલ્લાની ત્રણેય મોટી પાલીકાઓમાં પણ વહીવટદારો નિમવામાં આવતા હાલ સરકાર ગ્રામ પંચાયતો તેમજ નગરપાલીકાઓની ચુંટણી યોજવાની તૈયારી દર્શાવી નથી.

અન્ય સમાચારો પણ છે...