મતદાન:જિલ્લામાં 244 ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં પ્રચાર બંધ હવે મતદારોને રિઝવવા ઘરે ઘરે જઇ પ્રચાર
  • દસ તાલુકામાં કુલ 734 બુથ પર સામાન્ય,પેટા અને મધ્યસત્ર ચૂંટણી માટે તા.19ને રવિવારે મતદાન થશે

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,પેટા અને મધ્યસત્ર મળી કુલ 244 ગ્રામ પંચાયતની આગામી તા.19 રવિવારે ચૂંટણી યોજાશે.મતદાનના 48 કલાકે એટલે કે આજે શુક્રવારે સાંજથી ગ્રામ પંચાયતોમાં જાહેર ચૂંટણી પ્રચાર પડઘમ બંધ થયા હતા. હવે ઉમેદવારો ગ્રુપ મિટીંગો અને ઘરે ઘરે જઇ ચૂંટણી પ્રચાર કરશે.આ ચૂંટણીમાં 4142 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

જિલ્લામાં આશરે 244 ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે થશે જેમાં 222 સામાન્ય ગ્રામ પંચાયત,19 ગામોમાં પેટા ચૂંટણી અને 3 ગામમાં મધ્યસત્ર ચૂંટણી થશે.જિલ્લામાં 4142 ઉમેદવાર ચૂંટણી લડી રહયાં છે.જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂ઼ટણીમાં 4044 ઉમેદવાર મેદાનમાં રહયાં છે.જેમાં સરપંચ પદના 585 અને વોર્ડ સભ્ય પદના 3459 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

પેટાચૂંટણીમાં 51 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે જેમાં સરપંચ પદના 45 અને વોર્ડ સભ્ય પદના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે.જયારે મધ્યસત્ર ચૂંટણીમાં 47 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.જેમાં સરપંચ પદના 7 અને વોર્ડ સભ્ય પદના 40 ઉમેદવારોનો સમાવશે થાય છે.

જિલ્લામાં 4712 કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રહેશે ખડેપગે
ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 734 મતદાન બુથ પર અંદાજીત 4712 કર્મચારી ફરજ બજાવશે.સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં 4375 કમૈચારી ફરજ બજાવશે જેમાં 76 ચૂંટણી અધિકારી,76 મદદનીશ ચૂ઼ટણી અધિકારી અને 4223 પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.

પેટા ચૂ઼ટણીમાં 337 કર્મચારી ફરજ બજાવશે જેમાં 14 ચૂંટણી અધિકારી અને 14 મદદનિશ ચૂંટણી અધિકારી અને 309 પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.જિલ્લામાં 271 સંવેદનશીલ અને 21 અતિ સંવેદનશીલ મતદાન મથક છે.પાલિતાણા તાલુકામાં 8 અને ગારિયાધાર તાલુકામાં 13 મતદાન મથક અતિ સંવેદનશીલ છે.

અન્ય સમાચારો પણ છે...