આક્ષેપ:મંદીમાંથી માંડ બેઠા થઇ રહેલા અલંગને કસ્ટમ્સ તંત્રનું ગ્રહણ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાની નાની બાબતોમાં હેરાનગતિ કરાઇ રહી હોવાની રાવ
  • વચલો રસ્તો અપનાવવા તરફ દબાણ થતુ હોવાના આક્ષેપ છેલ્લા 4 મહિનામાં માત્ર 21 જહાજ જ ભંગાણ માટે આવ્યા

અલંગનો શિપ રીસાયકલિંગ ઉદ્યોગ લાંબા સમયથી નિરાશાની ગર્તામાં ધકેલાઇ ગયો હતો, અને આ ઉદ્યોગને માંડ કળ વળી રહી છે, ત્યાં નાની નાની બાબતોમાં શિપિંગ એજન્ટો અને શિપ રીસાયકલર્સને હેરાનગતિ કસ્ટમ્સ તંત્ર દ્વારા કરાઇ રહી હોવાની બૂમ ઉઠી રહી છે.

છેલ્લા ચાર મહિનામાં માત્ર 21 જહાજ જ અલંગમાં ભંગાણાર્થે આવ્યા હતા, અને શિપ રીસાયકલિંગ ઉદ્યોગ ડચકાં ખાઇ રહ્યો હતો. તેવા અરસામાં નવેમ્બર મહિનાથી સળવળાટ જોવા મળી રહ્યો છે, અને છુટક જહાજ આવવાની શરૂઆત થઇ છે.

જહાજ આવવાની શરૂઆત થતા જ નાની નાની ટેકનિકલ બાબતોના વાંધા-વચકા કાઢી અને કસ્ટમ્સ તંત્ર જહાજને રોકી રાખતું હોવાની રાવ ઉઠી રહી છે. જહાજ એક ટાઇડ ચૂકી જાય તો અન્ય મોટી ભરતી આવવાની રાહમાં 15 દિવસનો સમય લાગે છે, અને તે દરમિયાન જહાજના અંતિમ ખરીદનારોને મોટી રકમના વ્યાજના ચકરડાં ચડવા લાગે છે. ભાવનગર કસ્ટમ્સ તંત્ર દ્વારા ક્ષુલ્લક બાબતોએ શિપિંગ એજન્ટો અને જહાજના અંતિમ ખરીદનારાઓને હેરાનગતિ નહીં કરવા વચલો રસ્તો અપનાવવા દબાણ થતું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...