તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પસંદગીનો રૂટ નહી ફાળવતા ડ્રાઈવરે એટીઆઈને માર માર્યો

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહુવા એસટી ડેપોમાં નોકરી કરતા ડ્રાઈવરે
  • વહેલી સવારના 5.30ના મહુવા-જામનગરમાં ડ્યુટી આપતા ડ્રાઈ‌વર એટીઆઈ પર બગડ્યો

મહુવા એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સપેક્ટર(એટીઆઈ)એ વહેલી સવારનો રૂટ ફાળતા ડ્રાઈવરે આ રૂટ પર જવાની મનાઈ કરી એટીઆઈને લોખંડની ટોમી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકીથી મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

મહુવા એસટી ડેપોમાં છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સપેક્ટર(એટીઆઈ) ગુણવંતરાય મોહનદાસ ગોંડલિયા (રહે. મહુવા)એ મહુવા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિલિપ ઓધાભાઈ શેખવા (રહે. ફરેણી, તા. ધોરાજી)ને સવારે 5.30 કલાકની મહુવા-જામનગર રૂટની બસ ફાળવતા દિલીપભાઈએ કહ્યું ત્યાંથી આવીને હું બીજે ક્યાં નહી જાઉ લોકલ મહુવા જ જઈ તેથી ટ્રાફિક ઈન્સ્પેક્ટરે કહ્યું કે ભાઈ તમારે ગમે તે રૂટમાં જવું પડે આથી દિલીપભાઈએ ઉશ્કેરાઈ જઈને લોખંડની ટોમી વડે મારમારી ઝપાઝપી કરી ધમકી આપી કે તું બહાર નિકળ એટલે તને મારી નાખીશ. મહુવા પોલીસે ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી આગળ‌ની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...