તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:એટોમિક એનર્જી બોર્ડની પરવાનગીના વાંકે કેન્સર હોસ્પિટલનું સ્વપ્ન અધૂરું

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓને હજી અમદાવાદ અને મુંબઈ ધક્કા ખાવા પડે છે

ભાવનગર માં સર.ટી હોસ્પિટલ ખાતે કેન્સર નાં દર્દીઓની સારવાર હજી સુધી શરૂ થઈ શકી નથી. કેન્સર ની રેડીયેશન થેરાપી માટે જે મશીનો અહીં લાવવામાં આવ્યા છે તેના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર હસ્તક ની એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની પરવાનગી જરૂરી બને છે. આ પરવાનગી કેન્સર હોસ્પિટલ નાં ફક્ત એક મશીન ને જ મળી છે. ભાવનગર નાં જાણીતા ઓંકોલોજિસ્ટ ડૉ.ઉમંગ દેસાઈ નાં જણાવ્યા પ્રમાણે સમગ્ર જિલ્લામાં દર મહિને 300 થી 400 કેન્સર નાં દર્દીઓ નોંધાય છે ત્યારે અહીંના ધારાસભ્યો અને સાંસદોએ રસ લઈને હોસ્પિટલ વહેલામાં વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

સર.ટી. હોસ્પિટલ માં કેન્સર ની સારવાર માટે સીટી સ્ટીમ્યુલેટર, બ્રેકી થેરાપી, અને લીનિયર એકસીલેટર નામના 25 લાખની વધુની રકમના મશીનો આવી ગયેલા છે. આ દરેક મશીન નાં ઉપયોગ માટે એ. ઈ.આર.બી ( એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ) ની પરવાનગી લેવી પડતી હોય છે. કેન્સર ની સારવાર માટે રેડીયેશન નો ઉપયોગ થતો હોવાથી એટોમિક એનર્જી એકટ અને એનવાયરમેન્ટ એકટ હેઠળ આયોનાઈઝિંગ રેડીયેશન કે ન્યુક્લિયર એનર્જી કોઈપણ વ્યક્તિ નાં સ્વાસ્થ્ય ને જોખમી કે જાનલેવા નથી માટે તેવું સાબિત થયા પછી જ જે તે મશીન ને વાપરવાની પરવાનગી મળતી હોય છે.

અત્યારે એક મશીન માટે એ. ઈ.આર.બી ની પરવાનગી લઈ લેવામાં આવી છે. બાકી નાં બે મશીનો માટે પણ પરવાનગી માટે તમામ ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે. કેન્સર હોસ્પિટલ ની શરૂઆત ફક્ત સરકારની પરવાનગી નાં અભાવે અટકી છે. છેલ્લા છ વર્ષથી સમગ્ર ભાવનગર જિલ્લા નાં દર્દીઓ કાગડોળે કેન્સર હોસ્પિટલ અને સારવાર નાં શ્રી ગણેશ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

આ વર્ષે જૂનમાં કેન્સર ની થેરાપી માટે નાં મશીનો અહીં આવી ગયા છે. પરંતુ હજી સુધી ભાવનગરમાં કેન્સર હોસ્પિટલને બોર્ડની પરવાનગી ન મળી હોય ભાવનગરના કેન્સરનાં દર્દીઓ અમદાવાદ અને મુંબઈનાં ધક્કા ખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો