તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળીનું વેચાણ:શુક્રવારે રાત્રે લાલ ડુંગળીની અ‍ાવક માટે માર્કેટિંગ યાર્ડના દરવાજા ખુલશે

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બુધવારે ભાવનગર યાર્ડમાં 46 હજાર ગુણ ડુંગળીનું વેચાણ
 • હાલમાં 80 હજાર જેટલી ગુણનો જથ્થો યાર્ડમાં પડ્યો છે, નારી ખાતે ચાલી રહેલી સબયાર્ડની તૈયારી

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા જથ્થામાં આવકને કારણે એક દિવસની આવકમાં જ યાર્ડ છલોછલ થઈ જાય છે. જેથી આવક બંધ કરવામાં આવી હતી પરંતુ હાલમાં 80 હજાર જેટલી ગુણ ડુંગળીની પડી હોવાથી બે દિવસમાં તેનો નિકાલ થતાં શુક્રવારે રાત્રે માર્કેટયાર્ડમાં ડુંગળીની આવકને પ્રવેશ આપવામાં આવશે.

આ વર્ષે ડુંગળીના મબલખ ઉત્પાદનને ક‍ારણે માર્કેટયાર્ડમાં ડુંગળીની સતત આવક શરૂ છે. સાથોસાથ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. એક સાથે મોટી આવકને કારણે માર્કેટયાર્ડમાં સતત જગ્યાનો પ્રશ્નો ઉપસ્થિત થાય છે. હાલમાં ભાવનગર યાર્ડમાં 30 હજાર જેટલી ગુણ અને સ્વામિનારાયણ મંદિરની જગ્યામાં 50 હજાર જેટલી ગુણ ડુંગળીનો જથ્થો પડયો છે. આજે 46 હજાર ગુણ ડુંગળનું વેચાણ થયું હતું. જેનો ભાવ પણ મણના રૂ.550 થી 700 સુધીના રહ્યા હતા. પરંતુ હાલમાં પડેલા જથ્થાનું બે દિવસમાં વેચાણ થઈ જતા આગામી તા.12 ને શુક્રવારે રાત્રે 8 થી સવારે 6 કલાક સુધી ભાવનગર માર્કેટ યાર્ડમાં નવી ડુંગળીની આવકને પ્રવેશ આપવામાં આવશે.

ડુંગળીની હાલમાં ધુમ આવક શરૂ હોય તેની વ્યવસ્થા કરવા માટે હવે નારી પાસે સબયાર્ડ બની રહ્યું છે. જેમાં સવા બે લાખ ગુણ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જેને કારણે આગામી દિવસોમાં ડુંગળીની આવક પર પ્રવેશ બંધી ઉઠાવી લેવાની પણ પૂર્ણ શક્યતા વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો