તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુદરતી મૃત્યુનું અનુમાન:22 દિવસ બાદ દરિયાકિનારે ડોલ્ફિનનો મૃતદેહ મળ્યો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવાના દરિયાકિનારા બાદ હવે તળાજાના ગઢુલા ગામે મૃતદેહ મળ્યો
  • 2015થી જિલ્લાના દરિયામાં ડોલ્ફિનની જોવા મળતી હાજરી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાં ગઢુલા ગામ નાં દરિયા કિનારે મંગળવારે મોડી સાંજે સમુદ્ર માંથી ડોલ્ફિન નો મૃતદેહ તણાઈ ને આવેલો જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા ડોલ્ફિન નો મૃતદેહ કબ્જે કરીને પી.એમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હજી સુધી ડોલ્ફિન નાં મૃત્યુ નું કારણ જાણી શકાયું નથી. જ્યાં સુધી પી.એમ રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી મૃત્યુ નું ચોક્કસ કારણ કહી શકાય નહિ.

ગઢુલા ગામ તળાજા નાં જગ વિખ્યાત ગોપનાથ મહાદેવ નાં મંદિરથી નજીક જ આવેલું છે. ત્યાં મંગળવારે સાંજે અંદાજે 5 ફૂટ લાંબી ડોલ્ફિન નો મૃતદેહ સ્થાનિક માછીમારોનાં નજરે ચઢ્યો હતો. ત્યારબાદ માછીમાર અને ગ્રામજનો દ્વારા સરપંચ ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તળાજા નાં આર.એફ. ઓ આર.આઇ. જાજુંવાળિયા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ નો કબ્જો લઈને પી.એમ માટે પાલીતાણા નજીક નાં વડાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર ડોલ્ફિન નું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

પી.એમ. રિપોર્ટ બાદ જ ચોક્કસપણે મૃત્યુ નું કારણ કહી શકાય. થોડા સમય પહેલા તા. 10 ઓગસ્ટ નાં રોજ પણ મહુવા નાં વાઘનગર નાં દરિયાકિનારે ડોલ્ફિન નો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃત્યુ નાં 22 દિવસ બાદ ફરીથી તળાજા નાં દરિયાકાંઠે મૃતદેહ મળી આવ્યો છે ત્યારે લોકોમાં ભારે ચર્ચાઓ ઉઠી જવા પામી છે. આમ અવારનવાર ડોલફીનનો મૂતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે.

હવે ઈન્ડો પેસિફિક હમ્પબેક ડોલ્ફિનની હાજરી
ભાવનગરનાં દરિયાકિનારે જોવા મળતી ડોલ્ફિન ની પ્રજાતિ ને ઈન્ડો પેસિફિક હમ્પબેક ડોલ્ફિન કહેવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં ભાવનગર જિલ્લામાંથી અમુક પ્રજાતિ લુપ્ત થઈ છે તો સામે કેટલીક નવી પ્રજાતિઓ પણ જોવા મળે છે.

ડોલ્ફિન તેમાંની એક છે. ગલ્ફ ઓફ કચ્છ માં જોવા મળતી આ ડોલ્ફિન ની વસ્તી હવે ગલ્ફ ઓફ ખંભાત માં પણ જોવા મળે છે. 2015 માં તે ભાવનગર નાં કેબલ બ્રિજ સુધી પણ આવી ગઈ હતી અને ટાઇડ નાં વિસ્તારમાં જોવા મળી હતી. હાલમાં ભાવનગર જિલ્લામાં ઘોઘા, તળાજા, મહુવા નાં દરિયાકિનારા પર ડોલ્ફિન ની હાજરી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...