તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હમ હોંગે કામિયાબ:જિલ્લામાં 115 દિવસે પ્રથમ ડોઝમાં 100% લક્ષ્યાંક સિદ્ધ થશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 10 તાલુકાઓમાં 3,93,571 લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો
  • ભાવનગર જિલ્લામાં રોજની 8679 લોકોને રસીકરણની એવરેજ આવી, હજી 9,96,201ને રસીનો પ્રથમ ડોઝ બાકી છે

ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં રસીકરણમાં વેગ આવ્યા બાદ કુલ 60,758 લોકોએ રસીકરણ કરાવ્યું છે. જ્યારે આજ સુધીમાં કુલ 13,89,772 લોકોને રસીના પ્રથમ ડોઝ અાપવાના લક્ષ્યાંક સામે 3,93,571 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. હવે 9,96,201 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો બાકી છે ત્યારે જો તાજેતરમાં રોજ 8679 લોકોને રોજની રસી આપવાની એવરેજ યથાવત્ રહે તો આજથી 115 દિવસ બાદ 10 તાલુકાના 13,89,772 લોકોને પ્રથમ ડોઝના રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થઇ શકે.

જો કે આ જો અને તો નો ખેલ છે. બાકી રસીનો દુષ્કાળ પડે તે કોઇ સંજોગોમાં રસીકરણ અટકી જાય તો વધુ સમય લાગી શકે. ભાવનગર જિલ્લામાં રસીકરણ માટે કુલ લક્ષ્યાંક 13.8 લાખ લોકોનો રખાયો છે. જેમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરમાં તો પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ થઇ ગયું છે. જ્યારે 45થી વધુ વયના 60 ટકા તેમજ 18થી 44 વર્ષના 12 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જેમાં ઓવરઓલ જોઇએ તો આજ સુધીમાં 28.32 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી રસીકરણમાં રોજની એવરેજ વધીને 8679 થઇ ગઇ છે.

આ સંજોગોમાં હવે જ્યારે 10 તાલુકાના 9,96,201 લોકોને રસીકરણ બાકી છે ત્યારે આગામી 115 દિવસમાં પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ થઇ શકે. ભાવનગર જિલ્લામાં આ ગતિએ રસીકરણ આગળ વધશે તો આગામી દિવસોમાં 115 દિવસમાં 10 તાલુકાના બાકી રહેતા લોકોને પ્રથમ તબક્કાના રસીકરણમાં આવરી લેવામાં આવશે.

શહેરમાં 52 ટકાને પ્રથમ ડોઝ અપાઇ ગયો
શહેરમાં 3,90 લાખ લોકોને કોરોના રસીકરણનો લક્ષ્યાંક છે તે પૈકી 52 ટકા લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાયો છે તેમ મ્યુ. આરોગ્ય અધિ. ડો.આર.કે.સિંહાએ જણાવ્યું હતુ.

ભાવનગર જિલ્લામાં રસીકરણ ફેક્ટ ફાઇલ
કેટેગરીકુલ લક્ષ્યાંકપ્રથમ ડોઝટકાવારી
હેલ્થ વર્કર7,8218,045103 ટકા
ફ્રન્ટ વર્કર35,12735,127100 ટકા
18થી 44 વર્ષ9,49,2341,10,53312 ટકા
45થી વધુ વય3,97,5902,39,86660 ટકા
ઓવરઓલ13,89,7723,93,57128.32 ટકા
અન્ય સમાચારો પણ છે...