એનાલિસીસ:જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ છતાં ગત વર્ષથી 12 ટકા ઓછો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક માસથી શેત્રુંજી ડેમ સતત ઓવરફ્લો છે. - Divya Bhaskar
છેલ્લા એક માસથી શેત્રુંજી ડેમ સતત ઓવરફ્લો છે.
  • આ ચોમાસામાં સૌથી વધુ ભાવનગર શહેરમાં 904 મી.મી. વરસાદ
  • ચોમાસુ પૂર્ણ રિપોર્ટ કાર્ડ
  • ગત વર્ષે ભાવનગર જિલ્લામાં એવરેજ 714 મી.મી. વરસાદ વરસેલો તે આ વર્ષે ઘટીને 648 મી.મી. થયો

આ વખતે હવે હવામાન વિભાગે ચોમાસુ પૂર્ણ થવાની જાહેરાત કરી છે ત્યારે નૈઋત્યના ચોમાસામાં આ વખતે ભાદરવામાં ભરપૂર વરસાદ અને કુલ 107 ટકા વરસાદ છતાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે 66 મી.મી. ઓછો વરસાદ નોંધાયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ 12 ટકા ઓછો છે. જેમાં સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ આ વર્ષે પણ ભાવનગર શહેરમાં 904 મી.મી. નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ તળાજામાં 458 મી.મી. નોંધાયો છે.

ગત વર્ષે ભાવનગર જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 714 મી.મી. એટલે કે 119.73 ટકા વરસાદ વરસ્યો હતો જે આ વર્ષે 648 મી.મી. એટલે કે 107.09 ટકા થયો છે. જેથી વરસાદ 12 ટકા ઓછો વરસ્યો છે. આ વર્ષે અષાઢ અને શ્રાવણ માસમાં મેઘરાજાએ રિસામણા લીધા હોય તેમ માત્ર નજીવો વરસાદ વરસ્યો હતો પણ ભાદરવામાં તેનું મેઘરાજાએ સાટુ વાળી દીધું અને ભાવનગર જિલ્લામાં કુલ વરસાદ 100 ટકાથી વધી ગયો છે. જિલ્લામાં 107 ટકા વરસાદ વરસી ગયો જેમાં 6 તાલુકામાં 100 ટકાથી વુધ વરસાદ વરસ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં 131.75 ટકા વરસ્યો છે.

છેલ્લાં ચાર વર્ષમાં માત્ર 2018માં 100 ટકાથી ઓછો વરસાદ
ભાવનગર જિલ્લામાં છેલ્લાં ચાર વર્ષમાં એક માત્ર 2018માં જ 100 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે. 2018થી 2021 દરમિયાનમાં ચાર વર્ષમાં સૌથી વધુ સરેરાશ 780 મી.મી. એટલે કે 133 ટકા વરસાદ 2019ના વર્ષમાં વરસ્યો હતો જ્યારે તે પહેલાના વર્ષ 2018માં ભાવનગર જિ્લલામાં સરેરાશ વરસાદ માત્ર 449 મી.મી. એટલે કે માત્ર 74.09 ટકા વરસ્યો હતો. 2019,2020 અને હવે 2021 એમ સતત ત્રણ વર્ષથી 100 ટકાથી વધુ વરસાદ વરસી રહ્યો છે.

વરસાદ : ગત વર્ષે અને આ વર્ષે
તાલુકોઆ વર્ષે વર્ષાગત વર્ષે વર્ષાતફાવત
ભાવનગર904 મી.મી.1004 મી.મી.- 100 મી.મી.
ગારિયાધાર597 મી.મી.507 મી.મી.- 90 મી.મી.
ઘોઘા768 મી.મી.513 મી.મી.255 મી.મી.
જેસર580 મી.મી.701 મી.મી.- 121 મી.મી.
મહુવા830 મી.મી.896 મી.મી.- 60 મી.મી.
પાલિતાણા664 મી.મી.627 મી.મી.37 મી.મી.
સિહોર460 મી.મી.493 મી.મી.- 33 મી.મી.
તળાજા458 મી.મી.506 મી.મી.- 48 મી.મી.
ઉમરાળા621 મી.મી.903 મી.મી.- 282 મી.મી.
વલ્લભીપુર599 મી.મી.986 મી.મી.- 387 મી.મી.
જિલ્લો648 મી.મી.714 મી.મી.- 66 મી.મી.
અન્ય સમાચારો પણ છે...