ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે.દરરોજ વધતાં જતાં કેસને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે 156 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે 130 નવા કેસ નોંધાયા હતા જેમાં 73 પુરુષનો અને 57 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 38 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ 26 કેસ નોંધાયા હતા જેમાં 13 પુરુષનો અને 13 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં 4 દર્દી કોરોનાને માત આપી હતી.
શહેરમાં 136 કેસ નોંધાયા છે તેમા સિલ્વર બેલ્સ શાળામાં ઘોરણ 3 અને ધોરણ 8 માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી, બી.એન વિરાણી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, સરદારનગર ગુરુકુળમાં ઘોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, એમ જે કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, માલણકા ગામે પ્રાઈમરી શાળાનો શિક્ષક, હીરા ઉધોગ સાથે સંકળાયેલા બે કર્મચારીઓ, એક્સલ કંપનીનો સુપરવાઇઝર સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા.
આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 606 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં 94 દર્દી મળી કુલ 700 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 22 હજાર 339 કેસ પૈકી હાલ 700 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 300 દર્દીઓનું અવસાન થયું છે.
ભાવનગર જિલ્લામાં તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરીક્ષાઓમાં લાઉડ સ્પીકર લગાવી તેને વિવિધ વિસ્તારોમાં ફેરવીને કોરોના સંક્રમણને અટકાવવા વિશેના પગલાઓ વિશેની જાણકારી લોકોને આપવામાં આવી રહી છે. જિલ્લાનું સમગ્ર આરોગ્ય તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રહે તે રીતે તૈયાર રાખવામાં આવ્યું છે. કોરોના વોરીયર્સ એવાં આરોગ્ય કર્મીઓ પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને કોરોનાના દર્દીઓને બચાવવાં માટે કટિબદ્ધ છે.
જિલ્લામાં ઓક્સિજન, કોરોનાના દર્દી માટેની બેડ વગેરે જેવી વ્યવસ્થાઓ માટેની અગાઉથી જ સઘન તૈયારીઓ આરંભી દઈને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં પહોંચી વળાય તે માટેનું સુવ્યવસ્થિત આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જ કોરોનાનું ટેસ્ટિંગ તથા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સ્થળ પર જ દવા આપવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોનાના પ્રથમ અને બીજા ડોઝની મોટાભાગના લોકોએ લઈ લીધો છે તદુપરાંત 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. તદુપરાંત વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રિકોશનરી ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
તેમની આ મુલાકાત વેળાએ પાલીતાણાના પ્રાંત અધિકારી સંદીપ વર્મા અને ગારીયાધારના પ્રાંત અધિકારી હિરલ દેસાઈ, પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ખીમસુરીયા, સિહોર તળાજા અને પાલીતાણાના મામલતદારઓ તથા ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.