કામગીરી બાકી:શહેરની ભાગોળે બનતી જિલ્લા જેલ ચાર વર્ષે પણ પૂર્ણ ન થઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં બેરેક, બાહ્ય-આંતરિક દિવાલ પૂર્ણ, એડમિન બિલ્ડિંગ બાકી

ક્ષમતા, સ્થળ, ભૌગોલિક સ્થિતિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખી અને ભાવનગરની ભાગોળે સિદસર-ફરિયાદકા નજીક બનાવવામાં આવેલી જિલ્લા જેલનું અંતિમ તબક્કાનું કામ હજુ શરૂ થયુ નહીં હોવાથી ચાર વર્ષથી ચાલી રહેલું નિર્માણકાર્યને કારણે જિલ્લા જેલ સ્થળાંતરિત થઇ શકતી નથી.

વર્ષો અગાઉ સર ટી. હોસ્પિટલ નજીક જિલ્લા જેલ બનાવવામાં આવી હતી, અને તે સમયે આ વિસ્તાર રહેણાંકી વિસ્તારોથી ખાસ્સો દૂર હતો. જે તે સમયે તેની મહત્તમ ક્ષમતાને ધ્યાનમાં રાખીને જિલ્લા જેલ બનાવવામાં આવી હતી, પરંતુ કાળક્રમે સતત વધતી જતી વસતી અને ગુન્હાખોરોની સંખ્યાથી જિલ્લા જેલ સંકડામણ અનુભવવા લાગી હતી. ઉપરાંત જિલ્લા જેલની આજુબાજુ પણ ઉંચી ઇમારતો બનવા લાગતા સુરક્ષા અંગેના પ્રશ્નો સમયાંતરે ઉઠ્યા હતા.

તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ગૃહમંત્રાલય દ્વારા ભાવનગરની જિલ્લા જેલ સિદસર-ફરિયાદકા નજીક બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને કરોડો રૂપિયાના ખર્ચે સુરક્ષાની દ્રષ્ટિએ સલામત જેલનું નિર્માણકાર્ય લાંબા સમયથી પૂર્ણ થઇ ચૂક્યુ છે, હવે માત્ર એડમિન બિલ્ડિંગ, પાણી વિતરણ વ્યવસ્થા, આંતરિક ડ્રેનેજ જેવા કામ બાકી રહ્યા છે, મહત્વપૂર્ણ ગણાતા કેદીઓની બેરેક, બાહ્ય-મધ્ય દિવાલ સહિતના કામો પૂર્ણ થઇ ચૂકેલા છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા નવી જિલ્લા જેલ બનાવવા પાછળ ખર્ચાઇ ચૂક્યા હોવા છતા ચાર વર્ષથી સંપૂર્ણપણે જેલ તૈયાર થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...