માર્ગદર્શન:સ્ટાર્ટઅપ અને જેમ પોર્ટલનો વ્યાપ વધે એ માટે જિલ્લા ઉદ્યોગ કચેરી પ્રયત્નશીલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમની જાણકારી અપાઇ
  • સ્ટાર્ટઅપનાં પગલાંઓ, મુખ્ય ઘટકો, પોલીસીની રચના, ઇનોવેટિવ આઈડિયા વિ.ની માહિતી અપાઇ

ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, તથા સીઈડીનાં સંયુક્ત ઉપક્રમે રાજ્ય સરકારના અધિકારીઓ તથા ઉદ્યોગ સાહસિકો માટે સેન્સીટાઈઝેશન વર્કશોપ યોજાઇ ગયો જેમાં સ્ટાર્ટઅપ અને જેમ પોર્ટલ વિશે માર્ગદર્શન આપતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પ્રકાશભાઈ તડવીએ જણાવ્યું હતુ કે પોર્ટલનો વ્યાપ વધે તે માટે કચેરી સતત પ્રયત્નશીલ છે અને જેમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવામાં કોઈને તકલીફ હોય તો તેમની કચેરી દ્વ્રારા રજીસ્ટ્રેશન કરવા મદદરૂપ થવામાં આવે છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઇચ્છુક ઉદ્યોગ સાહસિકોને પણ મદદ અને માર્ગદર્શન આપવા માટે કટિબદ્ધ છે.

ચેમ્બરના માનદ્દમંત્રી અશોકભાઈ કોટડીયાએ જણાવેલ કે આ અભિયાનના કારણે ઘણા યુવાનોએ સ્ટાર્ટઅપ કરી તે દિશામાં પ્રયાણ કરેલ છે અને ઘણા તે દિશામાં આગળ વધી રહ્યા છે. આ સેમિનારમાં ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ કચેરીની ગુજરાત સ્ટાર્ટઅપ ટીમ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં સ્ટાર્ટઅપ એટલે શું?, સ્ટાર્ટઅપનાં પગલાંઓ તથા મુખ્ય ઘટકો, ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસીની રચના, ઇનોવેટીવ આઈડિયા વગેરે બાબતો અંગે જાણકારી આપવામાં આવેલ. આ ઉપરાંત ફંડિંગ લાઈટ સાઈકલ, રિસ્ક ફેક્ટર, કેઇશસ્ટડી, લાઈવ એકઝામ્પલ સાથે ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમની જાણકારી આપવામાં આવેલ. આ સેમિનારમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ સોની, સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ તથા કારોબારીના સભ્યો, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ તથા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...