તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:જિલ્લામાં કોરોના પોઝિટિવના 38 કેસ મળ્યા, 42 દર્દીઓ કોરોના મુક્ત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 3,499 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો
  • મહાનગરપાલિકા વિસ્તારમાં 25, ગ્રામ્યમાં કોરોના પોઝિટિવના 13 કેસ મળ્યા

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે કોરોના પોઝિટિવના નવા 25 કેસ મળી આવ્યા હતા જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના નવા 13 કેસ મળી આવતા આજે એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 38 કેસ મળી આવ્યા હતા. આજ સુધીમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3.946 થવા પામી છે.

આજે ભાવનગર શહેરી વિસ્તારમા 15 પુરૂષ અને 10 સ્ત્રી મળી કુલ 25 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના અવાણીયા ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામ ખાતે 1, જેસર તાલુકાના સનાળા ગામ ખાતે 1, મહુવા ખાતે 3, પાલિતાણા ખાતે 3, સિહોર તાલુકાના ઢૂંઢસર ગામ ખાતે 1, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 1, તળાજા તાલુકાના પિથલપુર ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ ખાતે 1 કેસ મળી કુલ 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 32 અને તાલુકાઓના 10 એમ કુલ 42 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો