યુવતીને ન્યાય:ભાવનગરમાં યુવતી ઉપર બળજબરી કરી જીવલેણ હુમલો કરનાર આરોપીને ડીસ્ટ્રીક્ટ કોર્ટ 10 વર્ષની સજા ફટકારી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

એકાદ વર્ષ પૂર્વે ભાવનગર રાહેરના દેવરાજનગર વિસ્તારમાં યુવતી સાથે બળજબરી કરી યુવતી ઉપર છરી વડે ગંભીર હુમલો કરનાર મુખ્ય આરોપીને ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટે ગુનો સાબીતમાની 10 વર્ષની સજા તેમજ રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો.
જબરજસ્તી કરી પ્રેમ સંબંધ બાંધવા માંગતો હતો
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આ કામના આરોપી સંદિપ ધરમશીભાઇ દાઠીયાએ ફરીયાદીની સાથે જબરજસ્તી કરી પ્રેમ સંબંધ બાંધવા માંગતો હોય અને ફરીયાદી આરોપી સંદિપ સાથે સંબંધ રાખવા માંગતી ન હોય જેની દાજ રાખી ગઇ તા.9/11/2021ના કલાક 1:30 વાગ્યે શિવાજી સર્કલથી નંદકુંવરબા કોલેજ તરફ તથા દેવરાજનગર નં.1 ની સામે રોડ ઉપર ફરીયાદીને રસ્તા વચ્ચે ઉભી રાખી અપશબ્દો બોલી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેની પાસે રહેલ છરી વતી ફરીયાદીને પેટના જમણા ભાગે ઘા મારી તથા ગળાની ડાબી બાજુ છરીનો એક ઘા મારી તેમજ ડાબા હાથે છરીના પાંચેક ઘા મારી ગંભીર ઇજાઓ કરી જીવલેણ હુમલો કર્યો હતો. ફરિયાદીને મોત નિપજાવવાની કોશીષ કરેલ હોય તેમજ આરોપી નં.2,3 નાએ આ કામના ફરિયાદીને આરોપી નં.1 ની સાથે પ્રેમસંબંધ રાખવા જણાવી આરોપી નં.1 ના ને એકબીજાએ મદદગારી કરી હતી.
ભરતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી
આ બનાવ અંગે જે તે સમયે ફરીયાદી યુવતિ એ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી નં.1 સંદીપભાઇ ઉર્ફે સેન્ડી ધરમશીભાઇ દાઢીયા ઉ.વ.28, રહે. સિદસર રોડ, લક્ષ્મીનગર, પ્લોટ નં.144, મહાદેવ રેસ્ટોરન્ટની બાજુમાં, ભાવનગર. આરોપી નં.2 અફજલભાઇ રસુલભાઇ શેખ ઉ.વ.22, રહે. કુંભારવાડા, મોતીતળાવ શેરી નં.4, હુસેની ચોક, ખાચામાં બીજું મકાન ભાવનગર. આરોપી નં.3 કનૈયા ઉર્ફે કાનો સુભાષભાઇ યાદવ ઉ.વ.20, રહે. ટોપથી સીનેમા પાસે, ગોકુળધામ સોસાયટી રૂમ નં. કે/403, ભાવનગર. સહિતના આરોપીઓ સામે આઈપીસી કલમ 307, 326, 324, 504, 506(2), 114 મુજબ જીપીએક્ટ 135 સહિતનો ગુનો નોંધ્યો હતો.
​​​​​​​પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજે
આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ પીરઝાદાની કોર્ટમાં ચાલી જતા અદાલતે ફરીયાદીની જુબાની તથા પડેલા સાક્ષી પુરાવાઓને ધ્યાને રાખી મુખ્ય આરોપી સંદિપ ઘરમશી દાઢીયાની સામે આઈપીસી કલમ 307, તેમજ અન્ય ગુનાઓની કલમો સાબીત માની આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
​​​​​​​​​​​​​​સમાજમાં દાખલારૂપ બને તે રીતે અદાલતે સજા ફટકારી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવ સંબંધીત સમગ્ર શહેરમાં જે તે સમયે ભારે ચકચાર મચી હતી. સિંધી સમાજ સહિતના અન્ય સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી અને સમાજમાં દાખલારૂપ બને તે રીતે અને અન્ય મહિલાઓ કે યુવતિઓ સાથે બળજબરી કરતા કોઇપણ શખ્સ વિચાર કરવો પડે તેવો સમાજમાં દાખલારૂપ સજા નામદાર અદાલત દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં સરકારી વકિલ મીતેષભાઇ મહેતા તથા વિપ્રોસીક્યુશન એડવોકેટ હિરેન જાની, સીમાબેન કેસરીની અસરકારક દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી મુખ્ય આરોપીને સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...