સુવિધા:PGVCL ઝોન ઓફિસ ખાતે ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવશે

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ડરગ્રાઉન્ડ કેબલની સુવિધા પણ અપાઇ રહી છે
  • એમ.ડી. ધીમંત વ્યાસની સૌપ્રથમવાર ભાવનગર મુલાકાત, ચિત્રામાં નવી મેન્ટેનસ ગેંગ પણ અપાશે

તાજેતરમાં પી.જી.વી.સી.એલ નાં મેનેજિંગ ડિરેક્ટર ભાવનગર ઓફિસ ખાતે મુલાકાત માટે આવ્યા હતા. તેઓના મેનેજિંગ ડિરેક્ટર નાં પદ પર આવ્યા બાદ ની આ પ્રથમ મુલાકાત હતી. બે મહિના થી તેઓ મેનેજિંગ ડિરેકટર નું પદ સંભાળી રહ્યા છે. વીજ કંપની નાં એમ.ડી. ધીમંત કુમાર વ્યાસ( આઇ. એ.એસ) બપોરે ભાવનગર ખાતે આવ્યા હતા. અહી તેઓએ ભાવનગર ઝોન કચેરી ખાતે ડિસ્પેન્સરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

આ ઉપરાંત પ્રજા ની સુખાકારી અને જીવ માત્રની સુરક્ષા માટે અંડર ગ્રાઉન્ડ કેબલિંગ ભાવનગર માં શરૂ છે તે અંગે વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર માં હાલમાં કેબલ ની કામગીરી શરૂ જ છે. તેમજ ચિત્રા ખાતે નવી મેન્ટનસ ગેંગ ફાળવવાની કામગીરી પણ હાથ પર હોય તેમ તેઓએ જણાવ્યું હતું.

તેઓએ જી.આઇ.ડી.સી. ચિત્રા ખાતે મિટિંગ પણ કરી હતી અને તમામ ઉદ્યોગકારો નાં પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારબાદ તેઓ ભાવનગર ઝોનલ ઓફિસ ખાતે મુલાકાત લઈને પ્રસ્થાન કરી ચૂક્યા હતા. તેમની સાથે સમગ્ર મુલાકાત દરમિયાન ઝોનલ કચેરી ના કા.પા. મુખ્ય ઈજનેર પી.એચ માવાણી , અધિક મુખ્ય ઈજનેર એ. એ. જાડેજા , ભાવનગર ના અધીક્ષક ઈજનેર ડી.વી. લાખાણી હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...