તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:રેલવે દ્વારા હાદાનગરનો રસ્તો બંધ કરતા મુશ્કેલી, લોકલ ટ્રેનો શરૂ કરવા પણ રજૂઆત કરાશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રસ્તાના પ્રશ્ને કુંભારવાડા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાંજે DRMને આવેદન અપાશે

ભાવનગર શહેરનાં હાદાનગર, સ્નેહમિલન સોસાયટી, કુંભારવાડા અને અન્ય વિસ્તારના લોકો જે વર્ષોથી હાદાનગરમાં થઈ રાજકોટ રોડ ઉપર જે રસ્તા ઉપરથી ચાલે છે આ રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવે છે જે યોગ્ય નથી તેમ કુંભારવાડા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવી આ વિસ્તારમાં ત્રણ શાળાઓ એક બેંક અને એક પોસ્ટ ઓફિસ આવેલી છે જે આ વિસ્તારમાંથી બાળકો અભ્યાસ કરે છે તેને રસ્તો બંધ થવાથી ચાર કિલોમીટર જેટલું અંતર ફરીને જવું પડે છે આથી આ સમગ્ર બાબતે તારીખ 28 ડિસેમ્બરને સોમવારે સાંજે 4 કલાકે સ્નેહમિલન સોસાયટી, હાદાનગરના લોકો ભેગા થઈને રસ્તા અને ટ્રેન બાબતે રેલવેના ડીઆરએમને આવેદનપત્ર આપશે.

આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આ વિસ્તારમાં આર્થિક રીતે પછાત લોકો રહે છે જે રીક્ષા ભાડું કે અન્ય વાહન બંધાવી શકે નહીં. માટે આ રસ્તો 108 એમ્બ્યુલન્સ જઈ શકે તેટલો ખુલ્લો મુકવો તેવી રજૂઆત કરવા સ્થાનિક લોકો જશે. ગુજરાતમાં અને ભાવનગર જિલ્લાની લોકલ ટ્રેન સરકાર દ્વારા સંપૂર્ણ બંધ હોય તેને પણ તાત્કાલિક શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવશે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો