નિર્ણય:એક જ વિસ્તારમાં લીઝ પ્લોટની લગત જમીનના ભાવમાં ફરક

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદસરના ફોરટ્રેક માટે ખાનગી જમીન સંપાદન કરાશે
  • સરદારનગરમાં પ્લોટ ધારકની માગણીનો 4 વર્ષ બાદ નિર્ણય જુના ભાવે મુલ્ય આંક્યુ, હવે નિર્ણય

ભાવનગર કોર્પોરેશનની આગામી તા.29મીના રોજ મળનારી સાધારણ સભામાં લીઝ પ્લોટની લગત જમીનને ફાળવવા, રહેણાંક અને ફેક્ટરી પ્લોટની લીઝ રિન્યુ કરવા, સીદસર સુધીના બનતા ફોર લેનમાં વચ્ચે આવતા માલિકી હક ધરાવતા પ્લોટને જમીન સંપાદન કરવા, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરત નગર ખાતે આવેલી જમીન કોર્પોરેશનને સોંપી તેની હકીકત જાહેર કરવા સહિતના જુદા-જુદા 13 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે. પરંતુ તે પૈકી સરદારનગર વિસ્તારમાં લીઝ પ્લોટની લગત જમીન ફાળવવા માટેના કાર્યોમાં લેતો શંકા-કુશંકાઓ ની ચર્ચાઓ ચાલી રહી છે.

એક કાર્ય મા પ્લોટ ધારક દ્વારા વર્ષ 2017માં 11.79 ચો.મી. લગભગ જમીનની માગણી કરી હતી. અને તત્કાલીન બજાર ભાવ પ્રમાણે 25 ટકા રકમ પણ જમા કરાવી હતી. જે કાર્ય ચાર વર્ષ બાદ મંજૂરી અર્થે આવતા તત્કાલીન બજાર ભાવ 17 હજાર રૂપિયા પ્રમાણે મંજૂરી માટે આવ્યું છે.

ચાર વર્ષ કયા કારણોસર પડી રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. જ્યારે સરદાર નગર વિસ્તારમાં જ બીજા લીઝ પ્લોટ માટે 48 ચો.મી. જમીનની માગણી કરી કે અને તેના 25હજાર ભાવ નિયત કરાયા છે.પરંતુ સાધારણ સભાના એજન્ડામાં પણ 25000 ભાવ નિયત કરાયેલા છે તેની માગણી ક્યારે કરાઈ તેને છુપાવવામાં આવી છે. જે શંકા કૂશંકા ઉપજાવે છે.

અન્ય સમાચારો પણ છે...