તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ધોલેરા સર વિસ્તારમાં 200 પથારી સાથેની હોસ્પિટલની સુવિધા મળશે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4500થી વધુ કામદારોને આરોગ્ય સુવિધા મળી રહેશે
  • શ્રમ અને રોજગાર મંત્રાલયે ધોલેરા સર ખાતે ESIC હૉસ્પિટલ સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરી

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના ESIC સાથે અમદાવાદના દક્ષિણે 100 કિ.મી. દૂર આયોજીત ટોચના ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ હબ, ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR)માં અંદાજે 200 પથારી સાથેની હૉસ્પિટલના બાંધકામ માટે વાટાઘાટો ચાલી રહી છે. ધોલેરામાં આ જાહેર આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો ઉદ્દેશ સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનના કામદારો અને કર્મચારીઓને પોસાય તેવા દરે આરોગ્ય સારવાર પૂરી પાડવાનો છે.

ધોલેરા સરના 4500થી વધુ કામદારોને માટે કામદારોને ઉચ્ચ સ્તરની સારવાર મળી રહે તે હેતુથી શ્રમ અને રોજગાર મંત્રાલયને હૉસ્પિટલ સ્થાપવા વિનંતિ કરવામાં આવી હતી. હવે પછી સ્થપાનારા કનેક્ટિવિટી પ્રોજેકટસને કારણે તથા નવા ઔદ્યોગિક પ્રોજેકટસનો પ્રારંભ થતાં શ્રમિકોની સંખ્યામાં વધારો થશે અને આ પ્રદેશમાં વિકાસનાં દ્વાર ખુલશે. હાલમાં નજીક આવેલાં શહેરોમાં ભાવનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે જે અનુક્રમે 65 કિ.મી. અને 110 કિ.મી. દૂર આવેલાં છે.

મંત્રાલયે ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી ડિવલપમેન્ટ લિમિટેડે (DIDCL) રજુ કરેલી ESIC સ્થાપવાની દરખાસ્ત સ્વીકારી છે કારણ કે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયને અંદાજે 200 પથારીની હૉસ્પિટલ સ્થાપી શકાય તેવી જગા નક્કી કરી દીધી છે. હાલમાં 920 ચો.કિ.મીના એક્ટિવેશન એરીયામાંથી પ્રથમ તબક્કામાં 22.54 ચો.કિ.મી જમીન વિકસાવાઈ રહી છે કારણ કે એક્ટિવેશન વિસ્તારમાં, ધોલેરામાં હાલમાં ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિને કારણે કુશળ અને બીનકુશળ કામદારો સ્થળાંતર કરીને આવી રહયા છે.

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી ડિવલપમેન્ટ લિમિટેડે (DIDCL) ના મેનેજીંગ ડિરેકટર, આઈએએસ હરિત શુકલ જણાવે છે કે મંત્રાલયે અમારી દરખાસ્ત સ્વીકારી છે અને ધોલેરા સર ESIC હૉસ્પિટલ સ્થાપવા માટે સ્ટેટ ESIC સાથે સંવાદ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...