મહુવાનો વિકાસ આંદોલનને કારણે અટકયો હોવાનું મનાય રહયુ છે.પર્યાવરણ અને બીજા મુદ્દાઓને કારણે મહુવામાં ઉદ્યોગ ધંધાને આવતા અટકાવાયા છે જેને કારણે રોજગારી માટે મહુવા તાલુકાના યુવાનોને બહાર જવુ પડે છે.શહેર અને તાલુકાના બેરોજગાર શિક્ષીત યુવકોને શહેર તાલુકામાંથી હીજરત કરવી પડે તેવી સ્થિતી ઉભી થવા પામી છે. મહુવા શહેર અને તાલુકાના યુવાનો આઇ.ટી.આઇ., પોલીટેકનીક કોલેજ, એન્જીનીયરીંગ કોલેજ, બી.બી.એ., બી.સી.એ., એમ.સી.એ., એમ.બી.એ. જેવા વિવિધલક્ષી ઉચ્ચ અભ્યાસક્રમ અથાગ મહેનત અને નાણાના ખર્ચ કરી કરે છે.
આવી ડીગ્રીઓ પ્રાપ્ત કરી ભવિષ્યમાં શહેરમાં કે તાલુકામાં સારો પગાર આપતી નોકરી મેળવવાની આશા સાથે શહેર તાલુકામાં આવે છે ત્યારે શહેર તાલુકાની હકીકત સામે આવે છે કે શહેર તાલુકામાં તેમને લાયક નોકરી આપી શકે તેવી કોઇ મોટી કમ્પની કાર્યરત નથી અને આવતા 15-20 વર્ષમાં કોઇ મોટી કંમ્પની સ્થપાય તેવી કોઇ હિમત કરે તેવી ઉજળી આશા પણ દેખાતી નથી.
શિક્ષિત યુવકોની હાલત કાંઠાળ વિસ્તારના પરિવારો જેવી
મહુવા શહેર તાલુકાના શિક્ષીત યુવકો અને શિક્ષણ મેળવી રહેલા યુવકોની દશા કંઠાળ વિસ્તારના પરિવારો જેવી છે. માત્ર વર્ષા આધારીત ખેતીના કારણે કંઠાળ વિસ્તારના પરિવારોને ચોમાસામાં જ મજુરી મળે છે એજ રીતે મહુવા શહેર અને તાલુકામાં કોઇ પણ સારા ઉદ્યોગની સ્થાપના વિપરીત પરીબળોને કારણે અને પ્રજાને પર્યાવરણને નામે ભડકાવી સતત છેલ્લા વીશ વર્ષથી ઉદ્યોગના પ્રવેશને અટકાવાતા મહુવાના યુવાનોને રાજ્યના અન્ય પ્રદેશોમાં કે રાજ્ય બહાર રોજગારી શોધવા મજબુર બનાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.