જાહેરાત:માસ્ટર ઓફ એન્જિ.માં 6 સપ્ટેમ્બરે ખાલી બેઠકોની વિગત જાહેર થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ (ME) વિદ્યાશાખાની કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ પહેલી સપ્ટેમ્બરે જાહેર થયા બાદ 3 સપ્ટેમ્બર સુધી ફી ચરવાની હતી અને અને તા. 6 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડના અંતે ખાલી બેઠકોની જાહેરાત કરાશે.

આ પહેલા એમઈના મોકરાઉન્ડમાં 7,116 બેઠકો પર 1,666 વિદ્યાર્થીઓનું સીટ એલોટમેન્ટ જાહેર કરાયું છે. હાલમાં એમઈમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એક્ચુઅલ રાઉન્ડની ચોઈસ ફીલિંગ કાર્યવાહી ચાલી રહી છે, આ રાઉન્ડ 29 ઓગસ્ટ સુધી ચાલી હતી.

એસીપીસી (એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ એમઈની 7116 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ગયા અઠવાડીયે 1666 વિદ્યાર્થીઓને માટે મોક રાઉન્ડ માટેનુ સીટ એલોટમેન્ટ જાહેર કર્યું હતું. એસીપીસી તરફથી બીઈ પછીના પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ એમઈના કોર્સમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોની કુલ 73 કોલેજોની 7,116 બેઠકો છે. કોલેજોમાં અધ્યાપનની સાથે રીસર્ચ ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર ઈચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. અમુક સારી કોલેજોમાં પ્રવેશ માટેનું વેઇટિંગ પણ રહેશે. 6 સપ્ટેમ્બરે ખાલી બેઠકોની વિગત જાહેર થશે

અન્ય સમાચારો પણ છે...