ધરણા:પડતર માંગણીઓ નહીં સંતોષાતા જિલ્લાભરમાં તલાટીઓના ધરણા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.7મીના જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરશે

ભાવનગર જિલ્લામાં તલાટીઓના વિવિધ પ્રશ્નોને લઇને શુક્રવારે જિલ્લાભરમાં તળાટીઓએ ધરણા-પ્રદર્શન યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી અને મહેસુલી કામગીરીનો પડતર પ્રશ્નોનું નીરાકરણ ન આવે ત્યાં સુધી કામનો બહિષ્કાર કરશે.આગામી તા.7.10.21ના રાજયના તમામ તલાટી કમ મંત્રીઓ પોતાના જિલ્લા તલાટી મંડળની આગેવાનીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે એક દિવસ ધરણા કરશે.

ગારીયાધાર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્ધારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે ધરણા કાર્યક્રમ યોજાયો.તલાટી મંત્રીઓ દ્ધારા એક દિવસની માસ સી.એલ.લઇ તાલુકા પંચાયત ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો. જેસર તાલુકા ના તમામ તલાટી કમ મંત્રી ઓ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તથા મહેસુલી કામગીરીથી અળગા રહ્યા હતાજયારે પાલીતાણા તાલુકાના તલાટી મંત્રીઓએ જૂની માંગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શન અને ધરણા કરી માંગણીઓ પુરી કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે.તળાજા તાલુકાના તમામ ગામોના તલાટી કમ મંત્રીઓ તેમની કેડરના પડતર પ્રશ્નોને લઇને એક દિવસની માસ સી.એલ.તથા ધરણા પ્રદર્શન માટે તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા.

તલાટીઓના શું છે પડતર પ્રશ્નો
તલાટીઓનાં વિવિધ પડતર પ્રશ્નો જેમાં 2004 થી 2006નાં વર્ષમાં નિમણૂંક પામેલ તલાટી કમ મંત્રીનાં ફિક્સ પગારનાં સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણનાં લાભો,તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી આંકડા વિસ્તરણ અધિકારી સહકારમાં પણ પ્રમોશન,આંતર જિલ્લાફેર બદલીનાં લાભો ઝડપથી આપવા નિતિ નક્કી કરવામાં આવે.પંચાયત વિભાગ સિવાયનાં અન્ય વિભાગોની વધારાની કામગીરીનાં સોપવામાં આવે,તલાટી મંત્રી ઉપર વારંવાર થતાં હુમલા રોકવા,કાયદાકીય રક્ષણ આપવામાં આવે.તલાટી મંત્રીઓનુ નવિન મહેકમ મંજુર કરી નવી ભરતી કરી એક ગામ એક તલાટીની નિમણૂંક કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...