નિર્ણય:કચરાનું ઓછુ વજન છતા પેનલ્ટી નહીં લેવાના નિર્ણયને સ્ટેન્ડીંગ હા માં હા ભણશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંભારવાડામાંથી હાઈ માસ્ક કાઢી ચિત્રા નખાશે
  • મુખ્યમંત્રી આવાસની આઠ દુકાનો વેચવા કાઢી અને માંડ એકના જ ભાવ આવ્યા

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયું છે ત્યાં આગામી શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં વધુ એક વિવાદિત કાર્યની ચર્ચા થશે. ઘરે-ઘરે અને જાહેરમાંથી કચરો ઉપાડતી એજન્સીઓને લોકડાઉન દરમિયાન કચરામાં ઓછુ વજન સહિતની કોઇપણ પ્રકારની ક્ષતિ હશે તેને માફ કરવાનો ઠરાવ કરવામાં આવશે.

લોકડાઉન-4ના છુટછાટના તાળા ખુલતા જ કોર્પોરેશનમાં પણ મિટિંગોનો દોર શરૂ થયો છે. આગામી 30મી એ સાધારણ સભા છે ત્યાં આગલા દિવસે શુક્રવારે સ્ટેન્ડીંગ કમિટીનો એજન્ડા પણ કાઢવામાં આવ્યો છે. જેમાં 11 લાખની મર્યાદામાં ડામરની ખરીદી કરવા, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આઠ દુકાનો વેચવા કાઢી તેમાંથી એક દુકાનનું જ ટેન્ડર આવ્યું તેને મંજુર કરવા, ક્રેસન્ટ થી ભીલવાડા સુધીના રોડ ડીવાઇડરમાં શોભા વધારવા એ. આઈ. કે. બિલ્ડર્સ પ્રા.લિ.ને મંજૂરી આપી હતી પરંતુ માવજત નહી કરતા તેનો કોન્ટ્રાક્ટ રદ કરી શક્તિ સર્વિસને દત્તક આપવા, કુંભારવાડા સર્કલમાંથી હાઈમાસ્ક ટાવર શિફ્ટ કરી ભાવનગર રાજકોટ રોડ મસ્તરામ બાપા મંદિર સામે ટાવર ઇન્સ્ટોલ કરવા, અમદાવાદથી ખરીદેલુ સેનેટાઈઝને બહાલી આપાવાનો નિર્ણય કરાશે.

તદુપરાંત લોકડાઉન દરમિયાન બેરીકેટ અને વાહનોની પ્રવેશબંધીને કારણે ડોર ટુ ડોર તેમજ કચરા પોઇન્ટના વાહનો ઘણા વિસ્તારોમાં પહોંચી શકતા નહીં હોવાથી કચરાનું પૂરતું વજન આવતું નહીં હોવાને કારણે ટેન્ડરની શરતો મુજબ એજન્સીઓને પેનલ્ટી નહીં વસુલવાના કરેલા નિર્ણયની હકીકત જાહેર કરવામાં આવશે. જે સંદર્ભે અગાઉથી જ નિર્ણય લેવાઈ ગયો છે. જેને હવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો મૂંગા મોઢે બહાલ કરશે.

અન્ય સમાચારો પણ છે...