તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો હાહાકાર:કોરોનાની બીજી લહેરમાં મોતનો આંક 3 મહિનામાં અનેક ગણો વધ્યો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોર્પો.માં 4 હજારથી વધુ જયારે નગર પાલિકા વિસ્તારમાં મોતનો આંક 1000ને પાર થયો

ભાવનગર શહેરમાં કોરોનાની બીજી લહેરમાં દિન પ્રતિદિન મોતનો આંક વધતો જાય છે ત્યારે મહાનગર પાલિકા અને નગર પાલિકાના મરણના દાખલા પણ તેના સાક્ષી છે.શહેરમાં માર્ચ મહિનાની તુલનામાં મે મહિનામાં મરણના દાખલામાં સાડા સાત ગણો વધારો નોંધાયો છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ગણો વધારો થયો છે.છેલ્લા ત્રણ મહિનામાં નિકળેલા મરણના દાખલા પરથી સાચો ખ્યાલ આવે છે.ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં મહાનગર પાલિકાના મરણના દાખલા જોતા માર્ચમાં 654,એપ્રિલમાં 1844 અને 10 મે સુધીમાં 1660 મળીને કુલ 4158નો આંક પહોંચી ગયો છે.

જયારે જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં માર્ચમાં 246,એપ્રિલમાં 519 અને 10 મે સુધીમાં 324 મળીને કુલ 1089 મરણના દાખલા નિકળતા આ ઉપરથી સાબિત થાય છે કે કોરોનામાં તંત્રએ મોતના આંકડા છુપાવ્યા છે.શહેરમાં માર્ચમાં 654 દાખલા નિકળ્યાં જયારે મે મહિનામાં માત્ર 10 મે સુધીમાં જ 1660નો આંકડા સામે આવતા સાડા સાત ગણો વધારો જોવા મળ્યો છે જયારે નગર પાલિકા વિસ્તારોમાં માર્ચમાં 246 દાખલા સામે માત્ર 10 મે સુધીમાં જ 324 દાખલા નિકળતા ચાર ગણો વધારો જોવા મળ્યો છે એક રીતે જોઇએ એપ્રિલના શહેરમાં 1844 અને જિલ્લામાં 519 આંકડા જોતા એપ્રિલ માસ વધુ ઘાતક સાબિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...