ભાવનગર શહેર જિલ્લામાં રખડતા ઢોરે કેટલાય યુવા વૃદ્ધો અને બાળકોના ભોગ લીધા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા અચાનક આળશ ખંખેરી રજકા ડ્રાઈવ અને ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વધુ એક રખડતા ઢોર ની ઢિંકે ચડેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
રખડતા ઢોરે ઢીકે ચડાવતા ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રજકા ડ્રાઇવર અને ઢોર ડબ્બે પુરવાની કાર્યવાહી શરૂ છે તેમ છતાં રખડતા ઢોરે વધુ એક યુવાનને ઢીકે ચડાવી દેતા મોત નીપજ્યું હતું, આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ભોજપરા ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા કાંતિભાઈ પરસોત્તમભાઈ ખેરાળા ઉંમર વર્ષ 45 ગત તા.1 જાન્યુઆરીના દિવસે સાંજના સમયે મજૂરી કામ કરીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાદરમાં રખડતા ઢોર ખૂટ્યા ઝઘડી રહ્યા હોય કાંતિભાઈ ને રખડતા ઢોરે ઢીકે ચડાવતા ગંભીર ઈજા થઈ હતી, કાંતિભાઈને ઇજાગ્રસ્ત હાલે પ્રથમ પ્રાઈવેટ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર્ ટી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.