તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગામ તળાવમાંથી મૃત માછલીઓને બહાર કાઢી તંત્ર દ્વારા સફાઇ કરાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાષ્પીભવનને કારણે સપાટી પણ નીચે ગઈ છે
  • છેલ્લા થોડા દિવસથી પડી રહેલી અગન દઝાડતી ગરમીને કારણે માછલીઓ ટપોટપ મરવા લાગી

શહેરના ગંગાજળિયા તળાવમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીના પ્રમાણમાં વધવા સાથે પાણીની સપાટી નીચે જતા અનેક માછલીઓના મોત નિપજ્યા છે. ત્યારે આજે કોર્પોરેશન દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ કાઢવા સાથેની સફાઈ આદરી છે. શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવને કરોડો રૂપિયાના ખર્ચે સજેલા બ્યુટીફીકેશનના શણગાર બાદ તળાવની શોભામાં વૃદ્ધિ થઈ છે. અને તળાવમાં આ વિસ્તારના લોકો ગંદકી ન ફેલાવે તે માટે તંત્ર દ્વારા તકેદારી પણ રાખવામાં આવે છે.

પરંતુ એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટને કારણે તળાવમાં રહેલા જળચર પ્રાણીઓના મોત નીપજી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જ અનેક માછલીઓ તરફડિયા મારી મૃત અવસ્થામાં તળાવની સપાટી પર આવી જતા જીવ દયા પ્રેમીઓમાં પણ ગમગીની ફેલાઇ હતી. જ્યારે આજે કોર્પોરેશન દ્વારા બોટ દ્વારા તળાવમાં રહેલી મૃત માછલીઓને બહાર કાઢી અન્ય વનસ્પતિઓની પણ સાફ-સફાઈ કરી હતી. હજારો માછલીઓ તળાવમાં છે ત્યારે કોર્પોરેશન દ્વારા માછલીઓને બચાવવા માટેના પ્રયાસો કરવા અતિઆવશ્યક બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...