તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કથક નૃત્ય:કલાનગરી ભાવનગરની નૃત્યાંગનાઓએ નૃત્ય વિશારદમાં દર્શકોને અભિભૂત કર્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં શાસ્ત્રીય નૃત્યના આજીવન સાધક ધરમશીભાઈના શિષ્યા નીપા ઠક્કરે કલાગુરુની આજ્ઞાથી કલાક્ષેત્રના જ એક ભાગ તરીકે તેમના માર્ગદર્શન હેઠળ કથક નૃત્યના વર્ગો ઘણા વર્ષોથી નેસ્ટ પ્લે હાઉસના હોલમાં ચલાવતા હતા. પરંતુ સ્વ. ધરમશીભાઈની વિદાય બાદ પોતાનો આત્મ વિશ્વાસ કેળવીને ત્રણેક વર્ષ પહેલા એ જગ્યાએ ''નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ'' શરુ કરીને ડો. નીપાએ ગુરુજીનું કામ જારી રાખ્યા બાદ હવે છેલ્લાં ત્રણ વર્ષથી આ સંસ્થાએ કલાનગરીનું નામ શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે વધુ રોશન કર્યું છે.

2019ની વિશારદ પૂર્ણની પ્રથમ બેચમાં એક સાથે 11 દીકરીએ પરીક્ષાના એક ભાગ તરીકે બે પ્રભાવી કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્યારબાદ 2020ના વર્ષમાં વિશારદ માટે અન્ય સાત વિદ્યાર્થીનીઓએ પૂરી તૈયારી સાથે આરંગેત્રમ સ્વરુપે પોતાની તાલીમનું મંચન કરવા ઉત્સુક હતી. પરંતુ કોરોનાની મહામારીએ 2020માં એ આશા ફળી નહીં પણ 2021ના વર્ષમાં મર્યાદિત પ્રેક્ષકોને હાજરીમાં પોતાની કલા ભક્તિનું પ્રદર્શન કરતો કાર્યક્રમ રજૂ કરી દર્શકોને અભિભૂત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...