તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી કાળની આડઅસર અનેક ઉદ્યોગધંઘા પર થઇ છે. તેમા સિનેગૃહ લોકડાઉન શરૂ થયા બાદ 10 મહિના બાદ સરકારે સિને ગૃહને 100 ટકા છુટ આપી છે. પણ નવા પીકચરો નહી આવવાના કારણે સિને ગૃહ ખાખીખમ ભાસી રહ્યુ છે. લોકડાઉન શરૂ થયા બાદ દશ મહિનાથી આ ફિલ્મ ઉદ્યોગ ડચકાં ખાઈ રહ્યો છે તેમાં પણ થિયેટરોમાં તો પ્રેક્ષકો શોધવા જવા પડે તેવી સ્થિતિ છે. ભાવનગરની સ્થિતિ જોઈએ તો ભાવનગરમાં આવેલા સિનેમા ગૃત અને મલ્ટિપ્લેક્સમાં માંડ દસ થી 15 ટકા પ્રેક્ષકો પણ મળતા નથી. 85 ટકા બેઠકો ખાલી રહેતી હોય થિયેટરોના માલિકોન આવક તો શુ ખર્ચ કાઢવા પણ અઘંરા પડી રહ્યા ં છે. સીને ગૃહો ખાલી રહે છે તેના મુખ્ય કારણમાં લોકોનો મોબાઇલ અને ઘરે વેબ સીરીઝો જોઇ રહ્યા છે. અને નવા મોટા સ્ટારના અને બિગ બજેટના ફિલ્મો પણ સિનેગૃહોમાં દશ મહિનાથી રિલીઝ થયા નથી.
સીનેમા ગૃહોમાં સરકાર દ્વારા છુટ અપાયા બાદ સીને ગૃહ લોકોને મનોરંજન પુરૂ પાડવા માટે શરૂ કરવામાં આવ્યા છે. અને દિવાળી અને 26 જાન્યુઅારીના દિવસોમાં સીને ગૃહોમાં થોડી ગણી આવક થતી હતી. પણ આ દિવસો ગયા બાદ સીનેમા ગૃહ ખાલી ખમ ભાસી રહે છે. આખા દિવસના શોમાં 50 થી 10 વ્યકિતઓ પીકચર જોવા આવે છે.
સિનેગૃહને સરકાર દ્વારા 100 ટકા છુટ આપી છે. અને ગુજરાતમાં સરકારે હજી છુટ આપી નથી પણ છતા પણ નવા પીકચરો તા.23-3ના રીલીઝ થશે બાદ જ પ્રેક્ષકો આવશે તેવી સિનેમા ઉદ્યોગને આશા છે. સીનેમા માલીકો દ્વારા પીકચર રસીયાઓને ફિલ્મ દેખાડવા એક ટીકીટ સાથે એક ફ્રી આપી રહ્યા છતા મંદીનો સામનો કરી રહ્યા છે.
નવી ફિલ્મો આવતી ન હોય તેના કારણે પણ સિને ગૃહોને હાઉસટેક્ષ, પગાર, સફાઇ, ભાડુ, લાઇટબીલ અને ઓફીસ ખર્ચા વિગેરે ખર્ચાઓ કાઢવા લોઢાના ચણા ચણવા જેવી પરિસ્થિતિ થઇ છે. ઇપી બજારની વચ્ચે હોય થોડા વધુ પ્રેક્ષકો મળી રહ્યા છે. ચાલુ દિવસોમાં 200 થી 250 અને રવિવારે 1000 લોકોએ નજીવા દરે પીકચર માણી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.