તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોર્ટે કોર્પો.ને જગાડ્યું, બી.યુ. અને ફાયર NOC બન્ને માટે હોસ્પિટલો સામે સીલની તલવાર તાકી

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બીયુ પરમીશન વગરની વધુ છ હોસ્પિ.ને નોટીસ, 3ને ફાયર NOC માટે નોટીસ

બિલ્ડીંગ યુઝ પરમિશન વગરની અને ફાયર એન.ઓ.સી. વગરની હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સામે કોર્ટે કડકાઈ દાખવ્યા બાદ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ સીલ માટે નોટીસો અાપવાનું શરૂ કર્યું છે. બે દિવસ પૂર્વે બી.યુ. પરમીશન વગરની 8 હોસ્પિટલને પાંચ દિવસમાં સીલ મારવાની નોટીસ આપ્યા બાદ આજે વધુ 6 હોસ્પિટલને નોટીસ ફટકારી છે. જ્યારે સાથોસાથ ફાયર એન.ઓ.સી. માટે કાર્યવાહી કરતા આજે 3 હોસ્પિટલને સીલ મારવા નોટીસ ચિપકાવી હતી. તેમજ ફાયર NOC વગરની 30 થી વધુ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવનાર છે.

બી.યુ. પરમીશન ના હોય તેવી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટમાં જ્યારે ફાયર એન.ઓ.સી. માટે હાઇકોર્ટમાં સરકારને કડકાઈ સાથે કાર્યવાહી કરવાના આદેશથી કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરી છે. ગત શનિવારે ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરની આઠ હોસ્પિટલોને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં લીધેલી હોવાથી પાંચ દિવસની મહેતલ આપી દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવા તેમજ નવા દર્દીઓને દાખલ નહીં કરવા સુચના આપી પાંચ દિવસ પછી સીલ મારવામાં આવશે તેવી નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે આજે બી.યુ. પરમીશન વગરની વધુ 6 હોસ્પિટલોને સીલ મારવાની નોટીસ આપવામાં આવી છે. જેમાં મંગલમ બાળકોની હોસ્પિટલ આકાશ દીપ કોમ્પલેક્ષ બાહુબલી કોમ્પલેક્ષ પાસે, નિલમબાગ સર્કલ પાસે કે.પી. હોસ્પિટલ, વિદ્યાનગર અંધ ઉદ્યોગ શાળા કેમ્પસમાં પી.એન.આર. હોસ્પિટલ, દક્ષિણા મૂર્તિ સ્કૂલની પાછળ જીએસટી ભવન પાસે વળીયા મેટરનીટી એન્ડ યુરોલોજી હોસ્પિટલ, કાળીયાબીડ વિરાણી સર્કલ પાસે કૃષ્ણા-2 કોમ્પલેક્સમાં રેઈન્બો વિમેન્સ હોસ્પિટલ અને કાળાનાળા સ્ટર્લીંગ કોમ્પલેક્સમાં ઝીકરા મેટરનીટી હોમને 5 દિવસમાં સીલ મારવાની નોટિસ ફટકારાઈ છે.

તદુપરાંત ફાયર વિભાગે પણ આજથી ફાયર એન.ઓ.સી. લીધેલી નહીં હોય તેવી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે અક્ષરદીપ કોમ્પ્લેકસમાં મંગલમ બાળકોની હોસ્પિટલ, ડો.અજય એમ પટેલ અને ડો. નીરજ અાર.જાનીની હોસ્પિટલોને પાંચ દિવસમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી એન.ઓ.સી. નહિ લે તો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની નોટિસ આપી છે.

જુના નિયમોમાં ડિમડીમ ચાલતા કમ્પ્લિશન જ ના લીધા
હાલમાં જુની મિલકતોના કમ્પ્લિશનના પ્રશ્નો ઉભા થયા છે. મિલકત બની હોય તે સમયે કોર્પો. દ્વારા દાખવેલી બેદરકારી પણ કારણભૂત છે. તત્કાલીન સમયે નિયમોમાં કમ્પ્લિશનની અગત્યતા નહીં હોવાને કારણે બીયુ પરમિશનનો હાલમાં પ્રશ્ન ઉભો થયો છે. ઘણી હોસ્પિટલોમાં તો રહેણાંક મિલકતની મંજૂરી લઈ તેમાં હોસ્પિટલ શરૂ કરી છે જ્યારે ઘણી હોસ્પિટલ કોમર્શિયલ બિલ્ડીંગમાં કરાઈ હોવાથી તંત્ર અને તબીબો વચ્ચે ખટરાગ ઉભો કરે છે.

અન્ય સમાચારો પણ છે...