તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:કોર્ટે રંડોળા ગામના બનાવની તપાસ LCB પીઆઈને સોંપી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પહેલા યુવાનની રંડોળા પાસેથી લાશ મળી હતી

પાલિતાણાના જામવાળી નં.1ના યુવાનની લાશ રંડોળા ગામ પાસે ઝાડ પર ટીંગાયેલી હાલતમાં મળી આવી હતી. આ કેસમાં પાલિતાણા રૂલર પોલીસ યોગ્ય તપાસ કરતી નહી હોવાથી પાલિતાણાની પોલીસ સિવાયના પીઆઈને તપાસ સોંપવાની માંગ કરતા કોર્ટે આ તપાસ ભાવનગરના એલસીબી પીઆઈને સોંપવાનો હુકમ કરેલ છે.

જામવાળી-1ના યુવાન સંજયભાઈ ઉર્ફે ચાંદુભાઈ ધીરૂભાઈ પરમારની લાશ રંડોળા ગામ પાસે વિજયગીરી બાપુની જગ્યામાં ઝાડ પર ટીંગાયેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવમાં મૃતકના પત્નિ મમતાબેન સંજયભાઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે ફરિયાદીના બનાવની ફરિયાદ નોંધવા અને ડીવાયએસપીને સુપરવિઝન કરવા ડાયરેક્શન આપેલ પરંતુ પાલિતાણા રૂલર પોલીસે માત્ર સામાન્ય ગુનાની કલમો મુજબ ગુનો નોંધી પાલિતાણા કોર્ટ પાસે તપાસની મંજુરી માંગતા કોર્ટે આવી તપાસની માંગણી નામંજુર કરી હાઈકોર્ટના હુકમનું અર્થઘટન પાલિતાણા પીએસઆઈએ ખોટુ કર્યું હોવાનું જણાવી તેની પોતાના હુકમમાં ટીકા કરી હતી.

હાઈકોર્ટ દ્વારા સમગ્ર પ્રક્રિયામાં મુશ્કેલી પડે તો યોગ્ય ફોરમ સમક્ષ જવા સ્વતંત્રતા અપાઈ હોવાથી ફરિયાદીએ વિગતવાર ફરિયાદ પાલિતાણા કોર્ટ સમક્ષ ધારાશાસ્ત્રી જીતુભાઈ ઉપાધ્યાય મારફત દાખલ કરેલ. જેમાં પાલિતાણા એડી.જ્યુ.ફ.ક. મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદી અને સાહેદોના નિવેદનોના તથા વકીલની દલીલોને આધારે જસ્ટીસ અગ્રવાલે આ તપાસ ભાવનગર એલસીબી પીઆઈને તપાસ કરવા અને 60 દિવસમાં કોર્ટને રિપોર્ટ કરવા હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...