તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ક્રેપયાર્ડ:દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરના માઢિયા ગામ આસપાસ નિર્માણ પામે તેવી શક્યતા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરમાં સૌથી વધુ રોલિંગ મિલોના કારણે અહીં પ્લાન્ટની સંભાવના વધુ

શહેરમાં રોલિંગ મિલો અલંગના સ્ક્રેપમાં ચાલી રહી છે પણ આગામી દિવસોમાં બીજા ક્ષેત્ર એટલે કે વ્હીકલ સ્ક્રેપમાંથી ભંગાર મળશે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સમાં આવેલા કંપનીના કન્સલ્ટન્ટ સાથે થયેલી વાટાઘાટો બાદ હવે આગામી દિવસોમાં જમીન અને બાદમાં જોઈતી વ્યવસ્થા હોવાથી દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માઢિયા નજીક બની શકે છે.ભાવનગરમાં બનશે દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે.

ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા પાછળનું કારણ પણ મોટું છે. ભાવનગર જિલ્લામાં સિંહોર અને ભાવનગરમાં સૌથી વધુ રોલિંગ મિલો આવેલી છે. બે શિફ્ટમાં ચાલતી રોલિંગ મિલમાં વધુ એક શિફ્ટ સામેલ થવાથી 10 હજાર ટન ઓવર વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવવાથી થશે. સ્ટીલ પ્લાન્ટ પણ ભાવનગરમાં 60થી 65 જેટલા આવેલા છે. સાથે ફરનેશ પ્લાન્ટ પણ છે એટલે વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી રોજગારી વધશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. તેથી કંપનીના 2 કન્સલ્ટન્ટ એક મહિલા અને પુરુષ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પહોંચીને ચર્ચા-વિમર્શ કરી હતી. ભાવનગરમાં જ પ્લાન્ટ બનાવવાનો હોવાથી હાલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માઢિયા ગામ નજીક જગ્યાને સલાહ રૂપે દર્શાવવામાં આવી છે. માઢિયા પાસે જમીન ફાળવાય તો રોલિંગ મિલોને નજીક થાય અને ટ્રાન્સપોર્ટેશન હળવું થવાથી ફાયદો થશે. રોજગારીના સ્ત્રોત પણ વધી શક્શે. આગામી દિવસોમાં દેશનો પ્રથમ વ્હીકલ યાર્ડ બને તે માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ ઉત્સુક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો