રજૂઆત:કોર્પોરેશનના કર્મચારીઓને પણ ત્રણ ટકા મોંઘવારી વધારો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને મોંઘવારી વધારી પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ મોંઘવારી વધારા થી વંચિત રહી ગયા હતા. જેઓને પણ 3 ટકા મોંઘવારી વધારા સાથે 10 મહિનાનું એરીયર્સ ચૂકવવા કમિશનર દ્વારા હુકમ કરાયો છે. સરકારી કર્મચારી, પેન્શનરોને સરકાર દ્વારા મોંઘવારીમાં 3 ટકાનો વધારો આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.પરંતુ કોર્પો.ના કર્મચારીઓને તેનો લાભ મળ્યો ન હતો જે સંદર્ભે મજદૂર સંઘ અને નોકરિયાત સભા દ્વારા પણ કમિશનરને રજૂઆત કરાઇ હતી.

અંતે કમિશનર દ્વારા કોર્પો.ના અધિકારી, કર્મચારી, સફાઈ કામદારો અને પેન્શનરોને 1લી જુલાઇ 2021ની અસરથી 3 ટકાનો મોંઘવારીમાં વધારો કરી 31% કરવા તેમજ જુલાઈ 2021 થી એપ્રિલ 2022 સુધી દસ મહિનાના તફાવતની રકમ બે હપ્તે ચૂકવવા પણ હુકમ કર્યો છે. જેથી કોર્પો.ના કર્મચારીઓને 3 ટકા મોંઘવારી વધારા સાથે મે મહિનાના પગારમાં એરિયર્સના પાંચ મહિનાનો પ્રથમ હપ્તો અને 2 હપ્તામાં પાંચ મહિનાની એરિયર્સની રકમ જૂન મહિનાના પગારમાં ભેળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...