તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ હટાવો ઝુંબેશ:કોર્પોરેશનએ સિદસરમાં 40 થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવ્યુ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા બની રહેલા રસ્તામાં અવરોધરૂપ
  • નોટિસ આપવા છતાં દબાણો દૂર નહીં કરાતા ગેરકાયદેસર બાંધકામોને કોર્પોરેશને હટાવ્યા

ભાવનગર શહેરમાં સમાવિષ્ટ થયેલા સીદસર ગામતળ વિસ્તારમાં આજે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી હતી અને અંદાજે 40થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું.કોર્પોરેશન દ્વારા સીદસર ગામમાં હાલમાં નવા રસ્તાનું કામ શરૂ છે.

નવા બની રહેલા રસ્તામાં અનેક કાચા-પાકા બાંધકામો જેવા કે દુકાનો, મકાન શેડ, અોટલા જેવા ગેરકાયદેસર બાંધકામોને કારણે રસ્તાના કામમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો. જેથી ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે ટાઉન પ્લાનીગ વિભાગ દ્વારા 40થી વધુ દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી હતી. જે પૈકી ઘણા લોકોએ સ્વૈચ્છિક દબાણ હટાવ્યા હતા. જ્યારે અન્ય દબાણકર્તાઓના દબાણો પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...