તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સરકારી રાહતના ફદિયા લેવામાં એજન્સી પાસે કોર્પોરેશન લાચાર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદારનગરના ઓડિટોરિયમના સર્વિસ ટેક્સ પ્રકરણમાં
  • એજન્સીએ ચુકવવાનો રૂ.1.65 કરોડનો સર્વિસ ટેક્સ કોર્પોરેશને ચુકવ્યા બાદ GSTની રાહત પરત કરવામાં પણ હપ્તા કર્યા

શહેરના સરદારનગર ઓડિટોરિયમના બાંધકામમાં એજન્સીને લાગેલા સર્વિસ ટેક્સનો વિવાદ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે. તંત્રની ભુલ હોય તેમ સ્વીકાર કરી રિધમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. એજન્સીએ ચુકવવાના રૂ.1.65 કરોડ કોર્પોરેશનને ચુકવી દીધા બાદ લાંબા સમય સુધી સ્ટેન્ડીંગમાં પેન્ડિંગ રાખ્યા બાદ ગત ટર્મની અંતિમ સ્ટેન્ડીંગમાં બંધ બારણે મંજૂરી પણ આપી દીધી પરંતુ જી.એસ.ટી. દ્વારા ચુકવેલી રકમમાં રૂ.38 લાખની રાહત આપી તેમાં પણ કોર્પોરેશનની રકમ પરત કરવામાં એજન્સીએ હપ્તા પાડી દીધા. જેથી સર્વિસ ટેક્સનું ભૂત ફરી ધુણ્યું છે.

ઘણીવાર તંત્રવાહકોના વાંકે પ્રજાની તિજોરીને કરોડો રૂપિયાનો ધુમ્બો લાગતો હોય છે જેનું ઉદાહરણ સરદારનગર ઓડિટોરિયમ આર્ટ ગેલેરી અને સ્વિમિંગ પુલ બનાવવામાં અધિકારી કે એજન્સીની ક્ષતિને કારણે મુળ રકમ રૂ. 1.08 કરોડ, વ્યાજની રકમ રૂ.40.74 લાખ અને પેનલ્ટી રૂ.16.20 લાખ સાથે કુલ રૂ.1.65 કરોડનો સર્વિસ ટેક્સ એજન્સીએ ચુકવવાનો હતો પરંતુ તંત્રની ભુલ સ્વીકારી હોય તેમ એજન્સીની બે વર્ષ પૂર્વેની રજૂઆતથી વધુ પેનલ્ટી ના લાગે અને સરકારના નિયમોનુસાર મુક્તિ પણ મળે તેમ ના હોવાથી કમિશનરે રૂ.1.64 કરોડ સર્વિસ ટેક્સના ચુકવી દીધા.

પરંતુ એજન્સીએ ચુકવવાનો સર્વિસ ટેક્સ કમિશનરે ચુકવતા સ્ટેન્ડીંગ કમિટી તેની મંજૂરી અટકાવીને ઉભી હતી. મંજૂરીની અપેક્ષાએ કમિશનરે તો રૂ. 1,64,98,400 મંજૂરી આપી દીધી હતી. પરંતુ જ્યાં સુધી સ્ટેન્ડીંગ મંજૂરી ના આપે ત્યાં સુધી કોકડુ ગુંચવાયેલું રહે. સ્ટેન્ડીંગ અને સંગઠન એક ના બે થતાં ના હતા. અંતે સંગઠન બદલાયું અને ગત ટર્મની અંતિમ સ્ટેન્ડીંગ કમિટીમાં કમિટી પુરી થયા બાદ મોડી સાંજે અધ્યક્ષ સ્થાનેથી બહાલી આપી દીધી. જે દરમિયાન એજન્સી દ્વારા સેટલમેન્ટના પણ પ્રયાસ શરૂ હતાં .

અને સર્વિસ ટેક્સની રકમમાં ઘટાડો કરવા કરેલી અપીલ જી.એસ.ટી. કચેરી દ્વારા ગ્રાહ્ય રખાતા ચુકવેલી રકમ પૈકી રૂ. 38,02,762 ઘટાડો કર્યો હતો. એજન્સીએ રોકેલ કન્સલ્ટન્ટની ફી રૂ.7,22,000 ને બાદ કરી રૂ.30,80,762 કોર્પોરેશનને પરત આપવાના થાય. એક તો એજન્સીએ ચુકવવાના પોણા બે કરોડ કોર્પોરેશને ચુકવી દીધા અને તેમાં પણ પરત આવેલી રકમ પ‍ાછી કોર્પોરેશનને પરત આપવામાં પણ એજન્સીએ હપ્તા પાડ્યા. રૂ.30.80 લાખના 11 હપ્તામાં કોર્પોરેશનને કોર્પોરેશનના રૂપિયા ચુકવવા એજન્સીએ રજૂઆત કરી અને કોર્પોરેશને સ્વીકારી એક હપ્તો પણ લઈ લીધો.

જેને આગામી સ્ટેન્ડીંગમાં મંજૂરી અપાશે.કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન કોના કારણે થયું તેની અાજ સુધી કોઈ તપાસ કે તેની સામે પગલા પણ લેવાયા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વિસ ટેક્સમાં રૂ.38 લાખની થયેલી રાહત એજન્સીએ સામે ચાલીને નથી જાણ કરી પરંતુ કોર્પોરેશનના એક અધિકારીની સતર્કતાથી બહાર આવતા એજન્સીએ કોર્પોરેશનને પરત કરવા પડ્યા.

અન્ય સમાચારો પણ છે...