તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદાસ્પદ:કોર્પો.ની કરોડોની જમીન કોડીના દામે વેચવાનો િવવાદ ગુંચવાયો

​​​​​​​ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવક મેળવવાની લ્હાયમાં થઈ રહેલા ખોટા નિર્ણયો
 • ફુલસરમાં રોડ ટચ મોકાની જમીનના ભાવ બજારભાવ કરતા ઓછા આંકી કરોડોનું નુકસાન

ભાવનગર કોર્પોરેશન આવક મેળવવાની લ્હાયમાં ભાન ભૂલી કરોડોની જમીન કોડીના દામે વેચી કોર્પોરેશનને જ કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. ફુલસરમાં પેટ્રોલ પંપ માટે જે રોડ ટચ જમીનનો બજારભાવ 25-30 હજારથી વધુ છે તે જમીન 16500ના ભાવે વેચવાનો નિર્ણય કરતા ભારે વિવાદ સાથે ગુંચવણ ઉભી થઈ છે. ભાવનગર કોર્પોરેશનનો આવક કરતાં ખર્ચ વધારે હોવાથી કર્મચારીઓના પગાર સહિતનાઓ માટે આવક મેળવવા હવાતિયા મારી રહ્યા છે. જેથી કોર્પોરેશનની માલિકીની જમીનનો વેચી આવક મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ તેમાં પણ લગડી જેવી જમીન કોડીના દામે વેચતા ભારે વિવાદો પણ જાગ્યા છે. શહેરના ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 2/ બી માં રોડ ટચ મોકાની કોમર્શિયલ જમીન 3016 ચોરસ મીટર અનામત રખાયેલી છે.

જે જમીન ધંધાકીય હેતુ માટે લગડી સમાન છે અને ત્યાંના બજાર ભાવ પ્રમાણે 25 થી 30 હજાર કરતા વધુની કિંમત જમીન વ્યવસાય સાથે સંકળાયેલા અને બિલ્ડરો દ્વારા આંકવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પ્રતિ ચોરસ મીટરના રૂ.16500 નિયત કરી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને પેટ્રોલ પંપ બનાવવા માટે આપવાનો નિર્ણય પણ કરી નાખી કુલ રૂ.4,97,64,000 કુલ કિંમત પૈકી 25% લેખે રૂ.1,24,41,000 વસૂલ પણ કરી લીધા છે. જેને સ્ટેન્ડિંગ કમિટીમાંથી મંજૂરી મળ્યા બાદ સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી લેતા પૂર્વે ખુદ ભાજપ સંગઠન દ્વારા જ બ્રેક લગાડવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા જમીનના ઓછા ભાવ આંકી ખુદ કોર્પોરેશનને જ કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. ભાજપ સંગઠનને પણ તે ધ્યાન પર જતાં હાલના તબક્કે તો કાર્યને અટકાવ્યું છે. જેનો આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો