તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • The Construction Of Concrete Beds Using Industrial Waste For Salt Pans Will Also Solve The Skin Diseases And Eye Problems Caused By Excess Salt In Agarwood.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટ્રલ સોલ્ટનું સંશોધન:સોલ્ટ પાન માટે ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરી કોંક્રિટ બેડની રચના, અગરિયાઓને વધુ મીઠાના લીધે થતા ચામડીના રોગો અને આંખના પ્રશ્નો પણ હલ થશે

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરનાં નવા બંદર , અકવાડા , અવાણીયા થી લઈને ઘોઘા સુધી મીઠાનાં અગર એટલેકે સોલ્ટ પાન ફેલાયેલા છે. દર ચોમાસામાં માટીનાં બેડનું ધોવાણ થતું હોય છે. સેન્ટ્રલ સોલ્ટ દ્વારા ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરી કોંક્રિટ બેડ બનાવાયો છે. કાયમી ધોવાણ અને વરસાદ સામે ટકી શકશે. અગરમાં કામ કરવાના લીધે થતા ચામડી અને આંખના પ્રશ્નો પણ કોંક્રિટ બેડના લીધે હાલ થશે. દરિયાના પાણીથી સૌથી વધુ મીઠાના અગરનું ધોવાણ થાય છે. આ ધોવાણ છિદ્ર નાં રૂપમાં દેખાતું હોય છે. તે અટકાવવા હવે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.

આ ટેકનોલોજી નાના અને મધ્યમ સ્તરના મીઠા અગરો માં ઉપયોગ કરી શકાય તેવા પ્રયત્નો સાથે વિકસાવવામાં આવશે. કોંક્રિટ નો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલા વન ટાઈમ બેડ ખૂબ વધારે જીવન ધરાવે છે. કારણકે સંગ્રહ તળાવમાં મીઠાના ક્રિસ્ટલ બનતા હોય છે. અને તેનું માટીમાં શોષણ થાય છે. જેનાથી મીઠાનું ઉત્પાદન 15 થી 20 ટકા ઘટે છે.લોડર, ડંપર અને ટ્રોલી નાં લીધે જ્યારે મીઠાને ભેગુ કરવામાં આવે ત્યારે ખૂબ વધારે લોડ આવતો હોવાથી મીઠાના અગર તૂટી જતા હોય છે. કોંક્રિટ નો લોડ એવી રીતે બનાવવામાં આવશે જેથી લોડ સહન કરી શકે. દરેક અગરમાં મશીનથી કામ થઈ શકે જેથી કામ થવાનો દર પણ 10 ગણો વધશે.

તડકા અને પાણીથી ઘણા રોગો થાય છે
તડકામાં સતત કામ કરવાના લીધે ચામડી ખૂબ સુકાઈ જતી હોય છે. ખૂબ વધારે મીઠાના પ્રમાણ નાં લીધે ચામડી ઉખડવા લાગે છે. ત્યારબાદ ચામડીમાં તિરાડો પડે છે અને પાણીમાં રહેતા જીવાત પગ અને હાથમાં પ્રવેશતા હોય છે. તેના લીધે પગ ફુલાઈ જવો અને સડી જવાના કિસ્સાઓ બનતા હોય છે. -ડો.ધીરેન્દ્ર મુનિ, ચામડીના રોગના નિષ્ણાંત

કયા પ્રકારનો ઔદ્યોગિક કચરો વાપરી શકાય ?
દરેક જગ્યાની પોતાના ઔદ્યોગિક એકમોનો કચરો વાપરવાથી સહેલાઇ રહેશે. ભાવનગરમાં સોડા એશ, કલોરો - આલ્કલી, સોલ્ટ પાવર ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતી ફ્લાય એશ, બાંધકામ અને તોડી પડાયેલ જગ્યાઓનો કચરો વગેરેનો ઉપયોગ કરીને કોંક્રિટ મિક્સ બનાવવામાં આવે છે. તેની તણાવ ઝીલવાની ક્ષમતા અને જાડાઈ પર ધ્યાન આપીને સસ્ટેઈનેબલ કોંક્રિટ બનાવવામાં આવશે.

કોંક્રિટનાં બેડ માટી સાફ કરી કાયમી ઉપયોગમાં લેવાશે
છેલ્લા ત્રણ વર્ષથી મીઠા ઉદ્યોગમાં અગરના ધોવાણ નો પ્રશ્ન સામે આવ્યો છે. મીઠાના અગર માં કામ કરતા અગરિયા પરંપરાગત રીતે જ અગર બનાવે છે. જેમાં કદ ઘનતા કેટલી રાખવી તેનો ખ્યાલ હોતો નથી. સેન્ટ્રલ સોલ્ટ દ્વારા અલગ અલગ જગ્યાની માટી એકઠી કરીને દરિયાના પાણીનો સંગ્રહ કરવા સોલ્ટ નાં નાના ખાડા કરવામાં આવ્યા. તેનો અભ્યાસ કરીને માટીની તણાવ ખમવાની ક્ષમતા, ધોવાણ થવાની ગતિ અને માટીનું વર્ગીકરણ જાણવામાં આવ્યું. -ડો.ભૂમિ અંધારીયા, સાયન્ટિસ્ટ સેન્ટ્રલ સોલ્ટ

નાના મોટા દરેક સ્તરે ખર્ચ થતો હોય છે
મીઠાના અગર દર વર્ષે ચોમાસામાં તૂટી જ હતા હોય છે. એક અગર બનાવવાનો 60 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. જે વ્યક્તિ ને જેટલા અગર બનાવવા હોય તે પ્રમાણે ખર્ચ થાય. નાના સ્તરનાં ઉદ્યોગોમાં અગરિયાઓ જાતે અને મોટા સ્તરના ઉદ્યોગોમાં મશીન દ્વારા મીઠું એકઠું કરવામાં આવે જેથી તેનો ખર્ચ પણ ગણવાનો રહે. -ચેતનભાઈ કામદાર, ઉદ્યોગપતિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો