તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ક્રિકેટ અને પેટ્રોલના ભાવમાં સેન્ચ્યુરી કરનારનું આજે કોંગ્રેસ કરશે સન્માન

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ ખાલી ડબ્બા, થાળી વેલણ વગાડશે
  • ઘોઘાગેટ ચોકમાં સચિન અને મોદીનું આતશબાજી સાથે સન્માન કરી વિરોધ દર્શાવાશે

ભાવનગર સહિત દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યા છે આ સાથોસાથ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સચિન તેંડુલકરે ક્રિકેટમાં સેન્ચ્યુરીનો રેકોર્ડ તોડ્યો અને વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલના ભાવ સેન્ચ્યુરીએ પહોંચાડતા બંનેનું આવતીકાલ તા.15 ના રોજ આતશબાજી સાથે સન્માનનો કાર્યક્રમ યોજાશે.

પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવો અને મોંઘવારીના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા વારંવાર વિરોધ કાર્યક્રમો આપતા રહ્યા છે. ત્યારે આવતીકાલ તારીખ 15 ને ગુરુવારે સવારે 11:30 કલાકે ઘોઘાગેટ ખાતે પણ નવતર કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભારતનું નામ રોશન કરનાર ક્રિકેટર સચિન તેંડુલકરને ક્રિકેટમાં સેન્ચ્યુરીનો રેકોર્ડ છે.

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોરોનાની કઠીન પરિસ્થિતિમાં પણ પેટ્રોલ ડિઝલના ભાવ 100 રૂપિયાએ આંબી દીધા છે. જેથી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોદી અને સચિનનું હાર પહેરાવી સન્માન કરાશે. સાથોસાથ આતશબાજી કરાવી લોકોને મીઠું મોઢું કરાવાશે અને મહિલા કોંગ્રેસના બહેનો ખાલી તેલના ડબ્બા અને થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શિત કરશે. જો પોલીસ કરવા દેશે તો કરાશે.

અન્ય સમાચારો પણ છે...