રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઠેર-ઠેર પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓ તેમજ ઉમેદવારો દ્વારા અનેક જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભાના બેઠક કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જો આગામી પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય આવશે તો તેનો પાંચ વર્ષ દરમિયાન મળવા પાત્ર થતો સંપૂર્ણ પગાર ગરીબ બાળકોના શિક્ષણ માટે દાન કરશે.
ગરીબ બાળકોના ભવિષ્ય માટે સંપૂર્ણ પગાર
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ત્રિપાખીયો જંગ જોવા મળશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારોમાં જીતુ વાઘાણી, કિશોરસિંહ ગોહિલ (કે.કે.ગોહિલ) અને રાજુ સોલંકી વચ્ચે જંગ જામશે. ત્યારે આજરોજ ભાવનગર પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોતે જીતશે તો ધારાસભ્ય તરીકે મળતો પગાર ગરીબ બાળકોના ભવિષ્ય માટે રકમ દાનમાં અર્પણ કરી દેવાની જાહેરાત કરી છે.
જમીન વિકાસ બેંકમાં 3 વખત ચેરમેન રહી ચૂક્યા
કૉંગ્રેસ દ્વારા ઉમેદવારની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ભાવનગર પશ્ચિમ બેઠક માટે કિશોરસિંહ ગોહિલના નામ પર કોંગ્રેસે મહોર મારી છે. કિશોરસિંહ ગોહિલ એક સામાજીક આગેવાનો તેમજ બે-બે વખત સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જમીન વિકાસ બેંકમાં 3 વખત ચેરમેન રહી ચૂક્યા છે અને હાલમાં ચેરમેન તરીકેની ફરજ બજાવી રહ્યા છે. રાજ્યના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી છે, સમાજમાં પણ આગવું નામ ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.