તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રની સૌ પ્રથમ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે ઐતિહાસિક શામળદાસ આર્ટસ કોલેજમાં એકાદ-બે નહીં પણ છેલ્લાં 14 વર્ષથી રેગ્યુલર પ્રિન્સીપાલ વગર ગાડુ ગબડાવાઇ રહ્યું છે. આ કોલેજમાં છેલ્લે રેગ્યુલર પ્રિન્સિપાલ એ.એ. શેખ તા.31 ઓક્ટોબર,2007ના રોજ વયમયાર્દાને કારણે નિવૃત્ત થયા બાદ આજ સુધી એક પછી એક ઇન્ચાર્જ આચાર્યથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. હાલ આ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યનું પદ ડો.જે.બી.ગોહિલ સંભાળી રહ્યાં છે.
આ ઉપરાંત અન્ય એક ઐતિહાસિક સર પી.પી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંકેટલાક વર્ષોથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે. આ કોલેજમાં રેગ્યુલર આચાર્યપદેથી ડો.ડી.આર.કોરાટને ભાવનગર યુનિ.ના કુલપતિ પદે નિમાયા બાદ વર્ષોથી રેગ્યુલર પ્રિન્સિપાલની જગ્યા ઇન્ચાર્જથી ચલાવાય છે. હાલ આ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિ.જી.એમ.સુતરીયા છે. એવું નથી કે આ બન્ને કોલેજોમાં વિદ્યાર્થીઓ નથી અરે આ બે કોલેજોમાં તો રેગ્યુલર વર્ગો ઉપરાંત સખ્યાંધિક વર્ગો પણ ફુલ રહે છે. પણ રેગ્યુલર આચાર્ય નિમાતા નથી કે મળતા નથી.
આ અંગે કેમ્પસમાં ચર્ચા છે કે એક તો ફુલટાઇમ પ્રિન્સિપાલ આવે તો તેને માત્ર 6 લેક્ચર જ લેવા પડે તેમજસ્કેલ, ભથ્થા વિગેરે વધુ ચૂકવવા પડે. જ્યારે ઇન્ચાર્જ આચાર્ચ તો ગમે તે પ્રોફેસરને નિમવામાં આવે તેને આચાર્યની જવાબદારી સાથે સપ્તાહમાં 18 લેક્ચર લેવાના હોય છે. એટલે 12 લેક્ચરનો સીધો લાભ થાય. યુનિ.માં 71 જેટલી સેલ્ફ ફાયનાન્સ કોલેજો આવેલી છે તેમાં 50 ટકા કોલેજોમાં ઇન્ચાર્જ આચાર્ય છે. આવું જ એસએનડીટી યુનિ. સંચાલિત ગાંધી મહિલા કોલેજમાં પણ છે જ્યાં પ્રિ.ધંધુકીયા નિવૃત્ત થયા બાદ ઇન્ચાર્જથી ગાડુ દોડાવાય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.