તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને બાદ તેના ટાઢાબોળ પવન ગોહિલવાડ પંથક સુધી આવી પહોંચતા છેલ્લા 24 કલાકમાં જ ભાવનગર શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 5.8 ડિગ્રી સેન્ટિગ્રેડ ગગડીને 11.2 ડિગ્રી થઈ જતાં અને સાથે મોડી રાત અને વહેલી સવારે ઠંડો પવન ફૂંકાતા ભાવેણાવાસીઓ આજે ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. 11.2 ડિગ્રી સાથે આ વર્ષે ભાવેણાવાસીઓ એ સિઝનની સર્વાધિક ઠંડીનો અનુભવ કર્યો હતો. 11.2 ડિગ્રી સેન્ટિગ્રેડ ભાવનગર શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં 28મી ડિસેમ્બરે પડેલી સૌથી વધુ ઠંડી છે. કડકડતી ઠંડીની અસર જનજીવન પર પણ જોવા મળી હતી.
ભાવનગર શહેરમાં ગઇકાલ રાતથી જ ઠંડો પવન ફૂંકાવાની શરૂ થયો હતો અને ઉત્તરમાં હિમવર્ષાના આ ટાઢાબોળ પવનની અસર માં બપોરે મહત્તમ તાપમાન પણ ઘટીને 23.8 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું જે ગઈકાલે 29.1 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું. એટલે કે મહત્તમ તાપમાનમાં 24 કલાકમાં 5.3 ડિગ્રી સેન્ટિગ્રેડ નો ઘટાડો થયો છે. આથી બપોરે પણ ગરમ કપડાં પહેરવાં પડે તેવો માહોલ શહેરમાં છવાયો હતો.
શહેરમાં ખાસ કરીને આજે આખો દિવસ 14 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો આથી મોડી રાત અને વહેલી સવારે ઠંડીની તીવ્રતા દ્વિગુણિત થઈ ગઈ હતી. સૂકા પવનને લીધે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં આજે લોકોની મોડી સાંજ બાદ અવરજવર ઓછી થઈ ગઈ હતી.
ચાર વર્ષમાં 2018માં સૌથી વધુ ઠંડી
છેલ્લા ચાર વર્ષમાં ભાવનગર શહેરમાં ડિસેમ્બર માસમાં સૌથી વધુ ઠંડી 2018ના વર્ષમાં પડી હતી. 20 ડિસેમ્બર 2018ના દિવસે ભાવનગર શહેરમાં લઘુતમ ઉષ્ણતામાન 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. જે છેલ્લા ચાર વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન છે જ્યારે આજે 11.2 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું તે બીજા ક્રમે આવે છે. જ્યારે 2017માં ડિસેમ્બરમાં સૌથી વધુ ઠંડો દિવસ 24 ડિસેમ્બર હતો. જ્યારે તાપમાન 12.5 ડીગ્રી નોંધાયું હતું જ્યારે 2019માં 30 ડીસેમ્બરના રોજ 12 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું.
ત્રણ દિવસ તીવ્ર ઠંડીની આગાહી
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ 31 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તરના ઠંડા પવન ફૂંકાવાની શરૂ થતા અને હીમવર્ષા પણ થતાં ઠંડીમાં એકદમ વધારો થયો છે.
હીટર, સગડી અને તાપણાનો જમાનો
આજે કડકડતી ઠંડી પડતાં મોડી સાંજ બાદ રાત્રે જે ઘરોમાં સુવિધા હોય તેઓએ હીટર શરૂ કર્યા હતા. બાકી ગરમી મેળવવા સગડી પણ શરૂ કરાઈ હતી જ્યારે શહેરમાં બહારના ભાગે લોકો ઠેરઠેર તાપણાં તાપતા જોવા મળ્યા હતા
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.