હવામાન:ભાવનગર શહેરમાં સતત બીજી રાત્રે ઠંડીની તીવ્રતામાં ઘટાડો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં હવે વિક્રમ સંવત 2077ના અંતિમ દિવસો છે ત્યારે છેલ્લા બે દિવસથી રાતના લઘુત્તમ ઉષ્ણતામાનમાં વધારો થતા ઠંડીની તીવ્રતા ઘટી રહી છે. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 20 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે પવનની ઝડપ પણ વધીને 10 કિલોમીટર નોંધાઇ હતી.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાનનો પારો વધીને 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો તે આજે ઘટીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામન 24 કલાક અગાઉ 19 ડિગ્રી સેન્ટીગ્રેડ ગઇ ગયેલું તે આજે વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને આજે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી સતત બીજા દિવસે શહેરમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો થયો હતો.

શહેરમાં ગઇ કાલે પવનની ઝડપ 6 કીલોમીટર નોંધાઇ હતી જ્યારે આજે પવનની ઝડપ 4 કિલોમીટર વધીને 10 કિલોમીટર થઇ ગઇ હતી. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ પણ 2 ટકા વધીને આજે 43 ટકા થયું હતુ. આમ, દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હતો.

શહેરમાં રાત્રે તાપમાન

તારીખલઘુત્તમ તાપમાન
3 નવેમ્બર20.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
2 નવેમ્બર19.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
1 નવેમ્બર17.5 ડિગ્રી સેન્ટીગ્રેડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...