તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેરા સુંદર સપના બિત ગયા:પુરૂષ ઉમેદવારોના મેયર બનવાના કોડ અધુરા રહ્યા

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ગત ટર્મમાં પણ પ્રથમ અઢી વર્ષ મહિલા જ હોવાથી આગામી ટર્મમાં મેયર માટે હતી આશા

ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામતનું નોટીફિકેશન બહાર પડતા જ ભાજપ અને કોંગ્રેસના પુરૂષ સિનિયર ઉમેદવારોને મેયર બનવાના સપના પર પાણી ફરી વળ્યું હતું.ભાવનગર કોર્પોરેશનમાં ગત ટર્મમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત હતી અને આગામી ટર્મમાં પણ મહીલા અનામત જાહેર થયું છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસના સિનિયર ઉમેદવારો પૂર્વ નગરસેવકો અને પૂર્વ પદાધિકારીઓએ આગામી ટર્મ માટે ભાવનગરના પ્રથમ નાગરિકના પ્રતિષ્ઠિત હોદ્દા પર બેસવાના સપના જોયા હતા તેના પર પાણી ફરી વળ્યું હતું.

જેમાં ખાસ કરીને ભાજપમાંથી સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, પરેશભાઈ પંડ્યા, રાજુભાઈ રાબડિયા, અશોકભાઈ બારૈયા જ્યારે કોંગ્રેસમાંથી જયદિપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલીયા, રહિમભાઈ કુરશી સહિતના મેયર પદ માટે રાજકીય વર્તુળોમાં સક્ષમ મનાતા હતા.

ચૂંટણીના પરિણામ બાદ ભાવનગરને મળશે છઠ્ઠા મહિલા મેયર

1997માં મહાનગરપાલિકામાં સૌ પ્રથમ મહિલા મેયર તરીકે વિભાવરીબહેન દવેને સન્માન મળેલું
ભાવનગર શહેરમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર રહેશે તેમજ બાદની અઢી વર્ષની મુદ્દત માટે ઓબીસી કક્ષાના ઉમેદવારની પસંદગી કરવાની રહેશે. ભાવનગરમાં અત્યાર સુધીમાં પાંચ મુદ્દત માટે ચાર મહિલા મેયરપદે આરૂઢ થઇ ચૂકી છે જેમાં નીમુબહેન બાંભણીયા બે વખત ભાવનગરના મેયરપદે રહી ચૂક્યા છે. ભાવનગર શહેરમાં 1982માં મહાનગરપાલિકા અમલમાં આવ્યા બાદ 15 વર્ષ બાદ 21 જુલાઇ, 1997ના રોજ ભાવનગરના પ્રથમ મહિલા મેયર બનવાનું ગૌરવ હાલના ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબહેન દવેને મળ્યું હતુ. જો કે તે સમયે મેયરપદની અવધિ એક વર્ષની જ હતી.

બાદમાં 1999ના વર્ષમાં હાલના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પારૂલબહેન ત્રિવેદી તે સમયે ભાજપમાંથી ચૂંટાયા હતા અને મેયર થયા હતા. બાદમાં નિયમમાં ફેરફાર આવ્યા તેમજ મેયરપદની અવધિ એક વર્ષમાંથી વધારીને અઢી વર્ષની કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇ.સ.2008ના વર્ષમાં મેયરપદે રિનાબહેન શાહ આવ્યા હતા. 2009ના વર્ષના અંતિમ દિવસે મેયરપદે નિમુબહેન બાંભણીયાને વરાયા હતા નીમુબહેનને જ બાદમાં 2015ના વર્ષમાં ફરીથી મેયરપદ મળ્યું હતુ. આમ, તેઓ બે વખત મેયરપદ સંભાળી ચૂક્યા છે. મેયરપદના તમામ મહિલા ઉમેદવારો ભાજપમાંથી ચૂંટાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો