તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઈ અભિયાન:મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ અને ભાવનગર બ્લડ બેંકના સહયોગથી સફાઈ અભિયાનનું આયોજન કરાયું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સફાઇ અભિયાનનું નામ "ગ્રેડ ઇન્ડિયા ટુ વોન્ટ" આપ્યું છે

ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ અને ભાવનગર બ્લડ બેંકના સહયોગ સ્વચ્છતા અભિયાન એડિશનલ ડિજી હસમુખ પટેલની પ્રેરણા દ્વારા ભાવનગર શહેરના સરદારનગર પચાસ વારીયા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જાતે કચરો સાફ રાખો તો જ આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી સાચી સેવા ગણાય

આ અભિયાન દ્વારા લોકોમાં પોતે જાગૃત થઈને ગંદકી ન કરે અને અઠવાડિયામાં એક વખત જાતે કચરો સાફ રાખે તો જ આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી સાચી સેવા ગણાય, આપણા દેશમાં લોકો ઘણી પ્રકારે સેવા કરે છે. આ પણ એક સેવાનો જ ભાગ છે. જો આપણું આંગણુ સ્વચ્છ હશે તો આપણું ગામ સ્વચ્છ બનશે, આપણું ગામ સ્વચ્છ હશે તો આપણો રાજ્ય સ્વચ્છ હશે, ને આપણું રાજ્ય સ્વચ્છ હશે તો આપણો દેશ સ્વચ્છ બનશે.

દર અઠવાડિયે એક વખત સફાઈ અભિયાન હું જાતે કરું છું

હસમુખ પટેલે કાર્યક્રમમાં પોતાના અભિયાનની વાત કહી હતી કે દર અઠવાડિયે એક વખત સફાઈ અભિયાન હું જાતે કરું છું. આપણી ભાવનગરી એ સંસ્કારી નગરી તરીકે જાણીતી છે. સ્વચ્છતાના ત્રણ તત્વો છે. જેમાં પહેલું તત્વ પોતે સાફ રાખો, તંત્ર કામ કરે છે અને આપણે સન્માન આપીએ એ બીજું તત્વ છે. ત્રીજું તત્વ આપણે જ્યારે અઠવાડિયામાં એક વખત આપણે સાફ કરીએ. જ્યારે આપણે એક વખત કચરો પોતે જાતે જ જો સાફ રાખીએ તો બીજાને કહેવાનો અધિકાર છે. એટલે આ સફાઇ અભિયાનનું નામ "ગ્રેડ ઇન્ડિયા ટુ વોન્ટ" આપ્યું છે.

પ્લાસ્ટિકની કોથળીઓનો જ મોટો વિરોધ કરવો જોઈએ

એડિશનલ ડિજી હસમુખ પટેલના ધર્મપત્ની બિના પટેલે પણ જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે આપણે જ્યાં હોઈએ ત્યાં સ્વચ્છતા રાખવી જ જોઈએ. જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતા હશે, ચોકલેટ ખાવી બધાને ગમે છે પણ એનું કાગળ ગમે ત્યાં નાખી દઈએ છીએ. ખાસ તો પ્લાસ્ટિકની થેલીઓ જ જોવા મળે છે. આપણે જ્યારે શાક લેવા જઈએ ત્યારે આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ કે થેલી આપશો તો જ શાક લેશું, જયારે પણ શાક લેવા જઈએ ત્યારે કાપડની થેલી લઈ ને જઈ શાકમાર્કેટમાં કાપડ ની થેલીઓ નું વેચાણ કરીએ તેનાથી નવી રોજગારીની તકો મળશે. પ્લાસ્ટિકની કોથળીઓનો જ મોટો વિરોધ કરવો જોઈએ. કોથળીઓનો નાશ થતો નથી જેને કારણે નુકસાન થાય છે. કાગળ અથવા તો કાપડની થેલીનો ઉપયોગ કરવો.

આ સફાઈ અભિયાનમાં મેયર કીર્તિ દાણીધારીયા, બિના પટેલ, ભાવનગર મનપાના કમિશનર એમ.એ ગાંધી, ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ અને ભાવનગર બ્લડ બેંકના સ્ટાફ સહિતના આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો